
કહેવાય છે ને કે ઈરાદો પાકો હોય અને હોંસલાઓ બુલંદ હોય તો બધું જ હાંસિલ થઇ શકે છે. એવું જ કઈક જોવા મળ્યું છે પાંચમી પાસ આ વ્યક્તિના જીવનમાં જેમણે પોતાની મજબૂત ઈચ્છા શક્તિથી બનાવી દીધી કંઈક એવું કે તેને જોઈને બધા હેરાન જ રહી ગયા હતા.
આપણે જાણીએ જ છીએ કે જે રીતે ટેક્નોલોજી આગળ વધી રહી છે, આપણું જીવન પણ એટલી જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે આજના સમયમાં અભ્યાસનું કોઈ ખાસ મહત્વ નથી, પણ આવડતનું-કૌશલ્યનું મહત્વ છે. આપણે ઘણા એવા લોકો જોયા છે જે પોતાની આવડતથી કોઈ પણ કામ શક્ય કરીને બતાવે છે. ત્યારે આજે વાત કરીએ 5મુ ધોરણ પાસ એ વ્યક્તિ વિશે જેમની આવડત આગળ મોટા મોટા એન્જીનિયરો પાણી ભરે છે. તેમને એ કામ કરી બતાવ્યું છે જે મોટા-મોટા એન્જીનીયરો પણ નથી કરી શકતા. તેમને પોતાની આવડતથી એક મુવિંગ હાઉસ બનાવ્યું છે, જેને જોવા માટે દૂર દૂરથી એન્જીનીયરો આવે છે.

તમિલનાડુના મેલાપુદુવાંકદીમાં રહેનારા 65 વર્ષના મોહમ્મ્દ સુહૈલ હમિદે પૈસાની કમી હોવાને લીધે બાળપણમાં 5મુ ધોરણ પાસ કરીને પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, જયારે હમિદ નાના હતા ત્યારે તેના ઘરની હાલત ઠીક ન હતી પછી પૈસા કમાવા માટે તેમણે મજૂરીનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
હમિદ મજૂરીની સાથે સાથે ઘર બનાવવામાં રુચિ લેવા લાગ્યા અને અરબ દેશ જઈને રહેવા લાગ્યા. 20 વર્ષ ત્યાં પસાર કર્યા પછી તેમણે ઘર બનાવાનું કામ શીખી લીધું, કામ શીખ્યા પછી તેને ટેક્નિકોનો અનુભવ થઇ ગયો અને તેમણે પોતાના મનમાં નક્કી કરી લીધું કે તે પોતાના દેશ જઈને આવું જ ઘર બનાવશે.

આખરે તેમણે પોતાની મહેનતથી એક મુવિંગ હાઉસ બનાવું જ લીધું. આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર 3 અને ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમ છે. ફર્સ્ટ ફ્લોરમાં આયર્ન રોલર લાગેલું છે, જેની મદદથી મકાનને કોઈપણ રીતે ફેરવી શકાય છે. માટે ઘરને લોકો દૂર-દૂરથી જોવા માટે આવે છે. અને મોહમ્મદ સુહૈલના વખાણ કરે છે કારણ કે એ ત્યાંના લોકો માટે કોઈ શાનથી ઓછું નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks