આવી વિચિત્ર રમત જોઈને તમારા કાનના મૂળિયાં પણ હલી જશે, જુઓ કેવી રીતે ફ્રાય પેનથી એક બીજાને ફટકારે છે, વાયરલ થયો વીડિયો

લોકો મનોરંજન માટે અવનવી રમતો રમતા હોય છે, ઘણી રમતો તો એવી પણ હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક રમતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોને ‘પાન-સ્લેપિંગ કોન્ટેસ્ટ’ નામની વિચિત્ર સ્પર્ધામાં ભાગ લેતા બતાવવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ એનબીએ પ્લેયર રેક્સ ચેપમેન દ્વારા શેર કરવામાં આવેલી ટૂંકી ક્લિપમાં, બે માણસો એકબીજાને માથા પર “ફ્રાય પેન” મારતા જોવા મળે છે અને તેમની આસપાસ ઘણા લોકો ભેગા થયા હતા. ભીડ માત્ર તેમને જ જોઈ રહી છે. બંને સહભાગીઓ મેટલ નાઈટ હેલ્મેટ પહેરેલા જોઈ શકાય છે જે તેમને તેમના માથામાં કોઈપણ ગંભીર ઈજાથી બચાવે છે. બંને એકબીજાને મરાતા રહે છે જ્યાં સુધી તેમાંથી એક એનિમેટેડ રીતે જમીન પર ન પડે અને વિજેતા ખુશીથી હાથ ઉંચો કરીને નાચવાનું ના શરૂ કરે.

આ વીડિયો શેર થયા બાદથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. તેને 20 લાખથી વધુ વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી છે. ક્લિપ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે મજાકમાં લખ્યું, ‘મારા લોકોની પરંપરાઓની મજાક ન કરો.’ અન્ય એક વ્યંગાત્મક રીતે લખ્યું, ‘હું આશા રાખું છું કે કોઈને નુકસાન નહીં થાય પરંતુ તે ખૂબ જ આનંદદાયક હશે અને આવનારા સમયમાં આ પૃથ્વી પરની શ્રેષ્ઠ રમત બની જશે.’

સોશિયલ મીડિયામાં સ્લેપ ફાઇટિંગ એટલે કે લાફા મારની પ્રતિયોગિતાના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં પ્રતિસ્પર્ધી એકબીજાને લાફા મારતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ ફ્રાય પેન ફાઇટના વીડિયોએ લોકોમાં નવું આકર્ષણ જણાવ્યું છે અને લોકો આ વીડિયોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Niraj Patel