ખબર

બ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા પાનનાં ગલ્લાં બંધ, હવે ગમે ત્યારે…જાણો વિગત

દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેની ચેપ્ટમાં આવવા લાગ્યું છે, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાનો વિસસ્ફોટ થયો છે, એ બાબતે ગઈકાલે આરોગ્ય સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાન મસાલાની દુકાનો બંધ થઇ શકે છે જેના બાદ આજે જ સુરતના ત્રણ વિસ્તારોમાં પાન માવાની દુકાનો બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

Image Source

સુરતના કોરોનાના બેકાબુ થઇ રહેલા કેસો ઉપર નિયંત્રણ લાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરતા પાન મસાલાના ગલ્લાઓ ઉપર સુરત કોર્પોરેશન દ્વારા 7 દિવસ સુધી ખુલવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Image Source

સુરત મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ સુરતના ત્રણ ઝોનમાં જિલ્લા બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેરનામા અનુસાર સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાન-માવાના ગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે.

Image Source

કોરોનાના વધતા જતા કેસને લઈને રાજકોટ મહા નાગર પાલિકા ધ્વરા પણ જાહેરાત કરવામાં આવી છે કે છ અને પાનની દુકાનો ઉપર લોકોની ભીડ એકથી થશે તો બંધ કરવામાં આવશે. લોકોમાં હજુ પણ જાગૃતિનો આભાવ છે તેવું રાજકોટ મ્યુ. ધ્વરા જણાવવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.