ખબર

AMC નો હજુ એક ધડાકો: અમદાવાદમાં પાનના ગલ્લા- ચાની કીટલીઓ બંધ થઇ- જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા ૨ વીકથી કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં શનિ રવિ કોવિડ સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ શહેરના પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને વીકેન્ડમાં બંધ કરાવી હતી. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

હર્ષદરાય સોલંકીએ કહ્યું હતું કે કોવિડના કેસો ખૂબ જ વધતા આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. જો કોઇ રુલનું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે 200 ટીમો શહેરમાં કામ કરીર અહી છે.

જો કે અમદાવાદમાં પાન મસાલાના ગલ્લાઓ પર મોટા ભાગે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોવિડ ફેલાવવાનો ભય રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જે લોકડાઉન થયું એમાં માં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે 5 રૂપિયામાં મળતી હોય છે તે 50-50 રૂપિયામાં મળી રહી હતી.

અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે. મિત્રો આ બાબતે તમારું શું માનવું છે?