ખબર

31 માર્ચ પહેલાં આ કામ જલ્દી કરો, નહિ તો લાગશે મોટો ફટકો- 10 હજાર રૂપિયા કાઢવા તૈયાર રહેજો

જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો, શક્ય તેટલી વહેલી તકે આ પ્રક્રિયા પુરી કરી લો. આ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજોને લિંક કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા 31 માર્ચની સમયમર્યાદા આપવામાં આવી છે. આવું ન કરવાના કિસ્સામાં, તમારું પાનકાર્ડ માત્ર નિષ્ક્રિય નહિ થાય પણ, અમાન્ય પાનકાર્ડનો ઉપયોગ કરવા માટે દસ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.

Image Source

જો કે આના પહેલા પણ વિભાગે લિંક કરવાની છેલ્લી તારીખો આગળ વધારી ચુક્યા છે. હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (CBDT) નો એક નિયમ આવા પાનકાર્ડ ધારકોની મુશ્કેલીઓ વધારી શકે છે, જેમને અત્યાર સુધીમાં પાનકાર્ડની આધારકાર્ડ સાથે લિંક કરાવ્યું નથી.

Image Source

CBDT એ કહ્યું છે કે આ વખતે પાનકાર્ડની આધારકાર્ડ સાથે લિંક કરવવાની છેલ્લી તારીખ આગળ નહિ વધે. એવામાં આધાર સાથે લિંક નહિ થયેલા પાનકાર્ડ કેન્સલ થઇ જશે. પણ તેમ છતાં તે ઓપરેટીવ મોડમાં રહેશે. પરંતુ જો આ દરમ્યાન કોઈ પોતાના કેન્સલ પાનકાર્ડની વાપરશે તો તેને ઇન્કમટેક્સના એક્ટની 272B ધારાનું ઉલ્લંઘન માનવામાં આવશે. અને જે-તે વ્યક્તિ પર 10 હજારનો દંડ લાગી શકે છે.

Image Source

જણાવી દઈએ કે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272બી કહે છે કે જો કોઈ વ્યક્તિ કલમ 139AA ની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો ઉક્ત અધિકારી નિર્દેશ આપી શકે છે કે આવી વ્યક્તિ દંડ તરીકે દસ હજાર રૂપિયા ચૂકવશે. નોંધનીય છે કે, જો તેઓ પાનને આધાર સાથે લિંક નહીં કરે તો લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તે 1 એપ્રિલથી અમાન્ય રહેશે.

જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ અંતિમ સમયસીમાની અંદર પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું ભૂલી જાય છે, તો એવું નથી કે પાનકાર્ડ કાયમ માટે અમાન્ય રહેશે. એકવાર પાનકાર્ડ આધાર સાથે લિંક થઈ જશે, તે ફરીથી ઓપરેટિવ થઈ જશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.