જો તમારી હાથેળીમાં પણ આ જગ્યાએ બને છે ‘M’ ની આકૃતિ તો મળશે અઢળક પૈસા!

Palmistry Astrology: ભારતમાં જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્રનું જેટલું મહત્વ છે તેટલું જ હસ્તરેખા શાસ્ત્રનું મહત્વ રહેલું છે. હસ્તરેખા શાસ્ત્રમાં હાથમાં બનતી ખાસ રેખાઓની આકૃતિઓ અને તેનાથી જીવનમાં પડતી અસરો વિશે બતાવવામાં આવે છે. કેટલીક આકૃતિઓ બહુ શુભ હોય છે, તે જેના હાથમાં હોય છે તેની કિસ્મત ખુલી જાય છે. હથેળીની રેખાથી બનેલી આ આકૃતિઓ બતાવે છે કે, ક્યારે અને કેવી રીતે વ્યક્તિના જીવનમાં મોટા બદલાવ આવશે. આવી જ એક આકૃતિ હોય છે Mની. હથેળીમાં જ્યારે કેટલીક ખાસ રેખાઓ મળીને Mની આકૃતિ બનાવે છે ત્યારે તે બહુ શુભ સાબિત થાય છે.

જે લોકોની હથેળીમાં જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા મળીને M ની આકૃતિ બનાવે, તે લોકો બહુ ભાગ્યશાળી હોય છે. આવા લોકોના જીવનમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. આ લોકો જો ગરીબ પરિવારમાં પણ જન્મ લેશે તો પણ થોડા વર્ષોમાં પોતાની કિસ્મત અને મહેનતના જોરે અમીર બની જાય છે. આવા લોકો જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત કરે છે. આ જાતકો જે પણ ફિલ્ડમાં કેરિયર બનાવે છે તેમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકો પુરી જિંદગી દરમિયાન ખુબ ધન અને વૈભવ કમાય છે અને સમાજમાં ખુબ માન સન્માન સાથે જીવે છે. આ લોકો બહુ ટૂંકા ગાળામાં ધન સંપત્તિ પ્રાપ્ત કરી લે છે.

જો હથેળીમાં જીવન રેખા,મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા મળીને ત્રિકોણ બનાવે તો પણ તેને બહુ શુભ સંકેત માનવામાં આવે છે. આવા લોકોને પણ જીવનમાં બહુ ધન સંપત્તિ અને સફળતા પ્રાપ્ત થાય છે, જો કે આ જાતકોને આ સ્થિતિ પર પહોંચવા માટે થોડી રાહ જોવા પડે છે. આવા જાતકો તેના જીવનના છેલ્લા દાયકામાં લગ્ઝરી લાઈફ જીવે છે. આ સમયગાળા દરમિયાન તે જીવનના દરેક સુખ ભોગવે છે.

તો બીજી તરફ હાથમાં મસ્તિષ્ક રેખા અને હ્યદય રેખાની વચ્ચે X કે ક્રોસ બને તો એવા લોકો પણ ખુબ ધન પ્રાપ્ત કરે છે. આવા લોકો પોતાની બુદ્ધિ અને જ્ઞાનના જોરે અમીર અને લોકપ્રિય બને છે. સામાન્ય રીતે આવા લોકો રાજનીતિમાં પણ મોટું નામ બનાવે છે. આ ઉપરાંત કોઈ મોટુ કામ કરીને સમાજમાં પોતાની ખ્યાતિ વધારે છે.

YC