અભિનેત્રી પલ્લવીની આત્મહત્યા કેસમાં આ વ્યક્તિને પોલીસે ઝડપી લીધો

પલ્લવીની આત્મહત્યા મામલે આ વ્યક્તિની થઇ ગઈ ધરપકડ, ફ્લેટમાં ફંદા પર લટકેલી મળી હતી અભિનેત્રીની લાશ

બંગાળી અભિનેત્રી પલ્લવી ડેની આત્મહત્યાની ખબરે રવિવારના રોજ તેના ચાહકોને મોટો ઝાટકો આપ્યો. 20 વર્ષિય અભિનેત્રીએ ફ્લેટમાં ફાંસી લગાવી પોતાનો જીવ આપી દીધો. રૂમમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. જેની ખબર ફેલાતા જ સોશિયલ મીડિયા પક સનસની મચી ગઇ. પલ્લવીની આત્મહત્યાનો આરોપ તેના લિવ ઇન પાર્ટનર સાગ્નિક ચક્રવર્તી પર લગાવવામાં આવી રહ્યો હતો. આ મામલામાં પૂછપરછ બાદ હવે પોલિસે સાગ્નિકની ધરપકડ કરી છે.

રવિવારથી જ પોલિસ ઘણીવાર સાગ્નિકની પૂછપરછ કરી ચૂકી છે. આખરે મંગળવારના રોજ સાંજે પોલિસે સાગ્નિકની ધરપકડ કરી લીધી. બુધવારના રોજ એટલે કે આજે તેને અલીપુર કોર્ટમાં પેશ કરવાનો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રવિવારે સવારે પલ્લવીના મોત પછી અભિનેત્રી દ્વારા મૃતકના પરિવાર વતી પલ્લવીના લિવ-ઈન પાર્ટનર સાગ્નિક વિરુદ્ધ નાણાકીય છેતરપિંડી, હત્યા અને અત્યાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે સાગ્નિકે ન્યૂટાઉનમાં પોતાના નામે અને પિતાના નામે 80 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો. આ માટે પલ્લવીના બેંક ખાતામાંથી 57 લાખ રૂપિયા સાગ્નિકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેના મજબૂત પુરાવા મળ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે પલ્લવીએ તાજેતરમાં જ આરોપીને 22 લાખ રૂપિયાની કાર ગિફ્ટ કરી હતી. સાગ્નિકના જણાવ્યા અનુસાર, અભિનેત્રી ડિપ્રેશન સામે લડી રહી હતી.

સાગ્નિકે દાવો કર્યો હતો કે તેને લાંબા સમયથી કામ નથી મળતું, જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. જો કે પરિવારે આ વાતને નકારી કાઢી છે. પરિવારનો આરોપ છે કે સાગ્નિક પરિણીત છે. તેણે આ વાત ગુપ્ત રાખી હતી. તેના અનેક મહિલાઓ સાથે સંબંધો પણ હતા. જ્યારે પલ્લવીને આ વાતની જાણ થઈ તો તે સહન ન થઈ શકી અને તેણે આ પગલું ભર્યું.

પરિવારે દાવો કર્યો હતો કે સાગ્નિકની પલ્લવીના પૈસા પર નજર હતી. બંનેની 15 લાખની સંયુક્ત એફડી પણ મળી આવી છે. હાલ પોલીસ અભિનેત્રી અને સાગ્નિકનો ફોન કબજે કરીને મોતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઘરના કેરટેકરના કહેવા પ્રમાણે, સાગ્નિકે જ પહેલીવાર અભિનેત્રીને ફાંસીથી લટકતી હાલતમાં જોઈ હતી. આ પછી પલ્લવીનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી.

પલ્લવી ડે બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતી. તેણે સીરિયલ ‘મોન માને ના’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે રેશમ જાપી, સરસ્વતી પ્રેમ અને અમી સિરાજેર બેગમ સહિત અન્ય ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

Shah Jina