ખબર

પાલઘર સાધુ હત્યા કેસમાં આરોપી કોરોના પોઝિટિવ થયો જેના લીધે 20 આરોપી અને 23 પોલીસકર્મીને…જાણો વિગત

મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓને માર મારીને હત્યા કરવાના કેસમાં 115 આરોપીઓમાંથી એક આરોપી કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ મળી આવ્યો છે, એ પછી હડકંપ મચી ગયો છે.

પાલઘર લિંચિંગ કેસના 55 વર્ષીય આરોપીના નમૂનાઓ 28 એપ્રિલે કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. શનિવારે તેનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તે વાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો. અત્યાર સુધીમાં 43 લોકો આ આરોપીના સંપર્કમાં આવ્યા છે, જેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે અને તેમની તપાસ ચાલી રહી છે. જેમાં 23 પોલીસ કર્મચારી અને 20 અન્ય આરોપીનો સમાવેશ થાય છે.

Image Source

રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આરોપીને પાલઘરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આરોપી દહાણુના દિવ્ય-વાકીપાડાનો રહેવાસી છે, જેની કાસા પોલીસે 17 એપ્રિલના રોજ ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે સાધુઓની હત્યાના કેસમાં 20 અન્ય આરોપીઓ સાથે વાડા પોલીસના લોકઅપમાં બંધ હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીને ચાર દિવસ પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન, જે પોલીસ કર્મચારીઓ તેની સાથે સંપર્કમાં આવ્યા હતા તેમને ક્વોરેન્ટાઇન કરીને તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. આવા 23 પોલીસકર્મીઓને અલગ કરવામાં આવ્યા છે.

Image Source

નોંધનીય છે કે 16 એપ્રિલના રોજ મુંબઇથી સુરત જતા બે સાધુઓની કારને 200થી વધુ લોકોના ટોળાએ અટકાવી હતી. ચોર હોવાની આશંકાએ ટોળાએ કાર ઉપર હુમલો કર્યો અને તેના પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો, પરિણામે બંને સાધુઓના મોત નીપજ્યાં હતાં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.