હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે ઘણા લોકો દેશ-વિદેશમાં ફસાઈ ગયા છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક લોકો વિદેશમાં જતા તેના પરિવારજનો તેના અંતિમ દર્શન પણ નથી કરી શકતા. આવો એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો.

મૂળ પાલનપુરની અને અર્મેનિયામાં મેડિકલનો અભ્યાસ કરતી ભુમિએ 20 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંર્ઘષ કર્યા બાદ અર્મેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ અને સિદ્ધિ ચૌધરી મેડિકલ અભ્યાસ માટે અર્મેનિયા ગઈ હતી. જયાં 20 દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. માતાપિતાએ તેમને ભારત પરત લાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કમનસીબે તેનું ત્યાં જ મોત થયું હતું.
#PleaseHelp#savebhoomichaudhary@vijayrupanibjp @ChaudhryShankar @Nitinbhai_Patel @narendramodi @PMOIndia @RubikaLiyaquat @News18Guj @jdchaudhary19 @dhwansdave @SiddharthNews18 @chitraaum @DrAvani_Aal @PoonambenMaadam @thakur_deekshaa @DrSJaishankar @rashtrapatibhvn pic.twitter.com/camw7kzqQI
— Dipenkumar Bholiya (@Bholiyadipen) May 13, 2020
20 દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં છેલ્લે ભૂમિએ બાય બાય કરતી જોવા મળે છે. ભૂમિને બચાવવા માટે સોશિયલ મીડિયા યુઝર્સ #Savebhoomichaudaryની ઝુંબેશ ચલાવી તેને બચાવવા માટે મદદ પણ માંગી હતી.
my sister bhoomi she is in ICU last 19 days please react #savebhoomichaudhary @IndianDiplomacy @narendramodi @AmitShah @PMOIndia @DrSJaishankar @vijayrupanibjp @ChaudhryShankar @MFAofArmenia @airindiain @Office_Of_DrRuj @aditiraval @aajtak @devanshijoshi71 pic.twitter.com/Py4mG9Iyfw
— Siddhichaudhari_ (@Siddhi13_9) May 13, 2020
ભૂમિને ભારત લઇ આવવા માટે સિધ્ધિ અને બીજા મિત્રો તેના પિતા નરસિંહભાઈ ચૌધરી સહિત સહુએ પ્રયત્નો હાથ ધર્યા હતા. સિધ્ધિએ ટ્વીટ કરી પીએમ મોદી અને સીએમ રૂપાણી સહિત રાજકીય આગેવાનો, અભિનેતાઓ અને સામાજિક અગ્રણીઓ પાસે ભારત લાવવા મદદ માંગી હતી. મંજૂરી લેવામાં સમય વીતી જતા 15 મેના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ ભૂમિના મોતના સમાચાર આવતા પરિવારને આઘાત લાગ્યો હતો. ભૂમિના પિતાએ જણાવ્યું કે, ભૂમિના અંતિમવિધિ પણ આર્મેનિયામાં જ કરાશે.

જણાવી દઈએ કે, ભૂમિને 20 દિવસ વેન્ટિલેટર પર રાખવા પાછળ 8 લાખથી વધુ ખર્ચાઈ ગયા હતા. અરમેનિયાથી ભારત ભુમીને લાવવા માટે એર એમ્બ્યુલન્સનું ભાડું રૂ 50 લાખ થઈ શકે છે. જે ચૂકવવા ભૂમિના પિતા તૈયાર હતા. આ માટે બહેન સિદ્ધિ તથા મિત્રોએ ક્રાઉડ ફંડીગ સાઈટ કેટો પર ભંડોળ ભેગુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ત્યાં માત્ર 20,564 રૂપિયા જ ભેગા થઈ શક્યા હતાં. સગાઓએ બેંક અકાઉન્ટમાં સીધા નાણા જમા કરાવવા માટે પણ બેંક ડિટેલ્સ આપી હતી. જોકે, તેમાં કેટલા પૈસા ભેગા થયા તે જાણી શકાયું નથી.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..