પાલનપુર : 27 વર્ષની યુવતીએ જીવન સંકેલ્યું, વીડિયો બનાવી કહ્યુ- તારી આ રાધા ખુશીથી મરે છે…જુઓ વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં પાલનપુરના તાજપુરામાં રહેતી 27 વર્ષિય યુવતીના આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. યુવતીએ આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો, મોબાઈલમાંથી કોઈ યુવક સાથેના કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે. યુવતીએ આપઘાત પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેમાં યુવતી કોઈ યુવકને સંબોધીને કહેતી જોવા મળે છે કે તે જિંદગીથી કંટાળી ગઈ છે.

યુવતિ વીડિયોમાં કહી રહી છે કે સોરી કે હું તને કહેવા નથી રહી, મને માફ કરજે. આ મામલે મૃતક યુવતિના પરિવારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ રજૂઆત કરી છે અને પાલનપુર પશ્ચિમ પોલીસે યુવતીના મોતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, પાલનપુર તાજપુરામાં રહેતી 27 વર્ષિય યુવતિએ પોતાના ઘરમાં જ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો.

વીડિયોમાં તેણે એક યુવકને સંબોધી કહ્યુ હતુ કે “તારી આ રાધા ખુશીથી મરે છે એટલે તું ચિંતા ન કરતો. મને માફ કરજે, હવે મારે આ જિંદગી નથી જીવવી. મેં મારી જિંદગી ખુશી ખુશી જીવી લીધી. બધી રીતે હું કંટાળી ગઈ છું. સોરી કે હું તને કહેવા નથી રહી. મને માફ કરજે. દુ:ખી બિલકુલ ન થતો. ખુશ થજે, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મને અને મારી આત્માને બહુ જ શાંતિ મળશે. દુ:ખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.”અન્ય એક વીડિયોમાં તે બોલી રહી છે કે, “તને કહ્યા વગર ખોટું પગલું ભરું છું તો મને માફ કરજે ખુશ રહેજે અને ખુશ રાખજે.”

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Shah Jina