માર્કેટમાં મોમ શ્વેતા તિવારીથી આગળ વધવા કેમેરા સામે બોલ્ડ ફિગર દેખાડવા લાગી લાડલી! જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની (Shweta Tiwari) દીકરી પલક તિવારીએ (Palak Tiwari) સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી (KKBKKJ) બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે. પલક હાલમાં ઘણી હેડલાઇન્સમાં છે. પલકે આ ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં એક વાત કહીને બધાને ચોંકાવી દીધા હતા કે સલમાને સેટ પર છોકરીઓ માટે એવો નિયમ બનાવ્યો છે કે તેમને ડીપ નેક ડ્રેસ પહેરવાની છૂટ નથી.

આ નિવેદન પર ભારે હોબાળો થયો હતો. ત્યારે હવે પલક ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. તેણે હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. પલક તિવારીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ ફોટોશૂટમાં પલક યલો (Yellow) શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે.

પલક આ ફોટોશૂટ દ્વારા ચાહકોને દિવાના બનાવી રહી છે. તેનો આ લુક ઈન્ટરનેટ પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યો છે. પલકની આ નવી સ્ટાઈલને ચાહકોએ પણ પસંદ આવી રહી છે અને ચાહકો તેની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે. પલક તિવારી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે અને સ્ટાઇલિશ સ્ટાર કિડ્સમાંથી એક છે. પલક તેના લુકથી અવાર નવાર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.

જણાવી દઇએ કે, પલક સૈફ અલી ખાન અને અમૃતાના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનને લઇને પણ ચર્ચામાં છવાયેલી છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે અને બંને એકબીજાને ડેટ કરતા હોવાની પણ વાતો ચાલી રહી છે. પલકે કેટલાક સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે પ્રોજેક્ટ સાઇન કરતા પહેલા તે જાણતી હતી કે મોટા પડદા પર તેને જોવા માટે કોઈ નથી આવી રહ્યું.

પલક કહે છે કે તેને હંમેશા એવું લાગતું હતું કે આ સલમાનની ફિલ્મ છે. પલક તિવારીને કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલરમાં તેની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું હતું અને પૂછવામાં આવ્યું હતું કે શું તે તેને પરેશાન કરે છે ? આના પર પલકે કહ્યું- ‘હું આ ફિલ્મનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ છું અને મને ખબર હતી કે કોઈ મને જોવા નથી આવી રહ્યું.

હું ફિલ્મમાં હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી.’ પલક આગળ કહે છે કે, આ સલમાન ખાનની ફિલ્મ છે અને આ વાત શરૂઆતમાં જ તેમણે કહી દીધી હતી. સત્ય તો એ છે કે અમને આ ફિલ્મમાં એટલા માટે કાસ્ટ કરવામાં આવ્યા છે કારણ કે અમે પાત્રોને ફિટ કરીએ છીએ. હું આ ફિલ્મમાં મારું યોગદાન આપવા માંગતી હતી.

Shah Jina