રૈના સાથે ઇલુ ઇલુની ખબરો વચ્ચે શ્વેતાની લાડલી પલક તિવારીએ બતાવ્યો ક્રોપ ટોપમાં કિલર અંદાજ- જુઓ વીડિયો

ટીવીની ખૂબસુરત અને સ્ટાઇલિશ અદાકારાની યાદીમાં સામેલ શ્વેતા તિવારી હંમેશા પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તેના વિશે એવું કહેવાય છે કે સમયની સાથે તેનું ગ્લેમર વધુ તેજ થતું જઇ રહ્યુ છે. અભિનેત્રી 41 વર્ષની છે, પરંતુ આ ઉંમરે પણ તેની સ્ટાઈલ જોવાલાયક છે. તેની જેમ જ તેની પુત્રી પલક તિવારી પણ છે. પલક તેની બોલ્ડનેસ અને તેની ફેશન સેંસને લઇને લાઇમલાઇટમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને લગભગ દરરોજ તેની સુંદરતા માટે સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવતી રહે છે.

હાલમાં પણ તે તેની બોલ્ડનેસ અને તેના કિલર અંદાજને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં પલક તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્રોપ ટોપ પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- ‘એટલે જ હું ક્યારેય રીલ્સ બનાવતી નથી.’ જો કે, તેણે આ વીડિયો શેર કરતાની સાથે જ સો.મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક ગોર્જિયસ લખી રહ્યા છે તો કેટલાક તેને લાઈટનિંગ કહી રહ્યા છે.

જણાવી દઇએ કે, હાલમાં પલક બીજા એક કારણને પણ લઇને ચર્ચામાં છે થોડા સમય પહેલા સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ ખાન અને પલકને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમના ડેટિંગની અફવા ઉડી હતી. પરંતુ આ સમાચાર બિલકુલ ખોટા છે.પલક તિવારી વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં છે. વેદાંગ રૈના હાલ ધ આર્ચિઝની શુટિંગમાં વ્યસ્ત છે. વેદાંગ અને પલક એક જ ટેલેન્ટ કંપની સાથે સંકળાયેલા છે. પલક અને વેદાંગની મુલાકાત આ ટેલેન્ટ કંપનીની એક પ્રાઈવેટ પાર્ટીમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંને સારા મિત્રો બની ગયા હતા, ત્યારપછી બંને ઘણીવાર પ્રાઈવેટ પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

એવા અહેવાલો છે કે બંને એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યાં છે. એવા પણ અહેવાલ છે કે પલકની માતા શ્વેતાને પણ આ વિશે જાણ છે અને તે દીકરીની પસંદથી ખુશ પણ છે. જો કે, હવે આ અહેવાલો અફવા છે કે હકિકત તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પલકની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ફિલ્મોમાં પોતાનો જલવો બતાવવા જઇ રહી છે. હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે તે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’નો ભાગ હશે.

Shah Jina