શ્વેતા તિવારીની પુત્રી પલક આજકાલ બહુ ચર્ચામાં રહે છે, થોડા દિવસ પહેલા શ્વેતાએ તેના પતિ અભિનવની વિરુદ્ધમાં પોલીસમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. શ્વેતાએ મીડિયાની સામે આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અભિનવે તેની પુત્રી પલક સાથે ગેરવર્તન અને મારપીટ કરી હતી. શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
પલક તિવારી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પલક તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેની થોડી તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તેનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ તસ્વીર જોઈને ફેન્સ પણ તારીફ કરી રહ્યા હતા.
પલકે હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.તેના ફોટોશૂટની વાત કરવામાં આવે તો તે એકદમ અલગ અંદાજ જ જોવા મળે છે. આ તસ્વીરમાં પ્લાક અલગ-અલગ અંદાજમાં પોઝ દેતી નજરે પડે છે.
View this post on Instagram
Everyone’s got something to hide. PC- @rushirajsshah MUAH- @makeupbykhushikhivishra
પલકે આ ફોટોશૂટમાં સ્ટાઈલિશ ક્રોપ ટોપ સાથે ગ્રીન કલરનું પેન્ટ પહેર્યું છે. આ સાથે પલકે બ્લેક કલરનું જેકેટ પહેર્યું હતું. આ લુકમાં પલક ઘણી ખુબસુરત નજરે આવી રહી છે.
આ લુક સાથે પલકે મીનમીલ મેકઅપ, બોલ્ડ આઈમેકઅપ, લિપસ્ટિક સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. થોડા સમય પહેલા પલકે ઘરેલુ હિંસા મામલે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખી હતી.
તેને લખ્યું હતું કે, સૌથી પહેલા ત હું શખ્સનો આબાર માનીશ જેને સપોર્ટ કર્યો. બીજી વાત એકે હું સંબોધિત કટી થોડી સફાઈ આપવા માંગુ છું સાથે જ કહેવા માંગુ છું. મીડિયા પાસે પૂરતા પુરાવા નહીં હોય અને હશે પણ નહી.મારી માતા જ નહીં પરંતુ હું (પલક તિવારી) પણ ઘરેલુ હિંસાનો શિકાર બની છું. જે દિવસે ફરિયાદ દખ કરી એ દિવસને મૂકીને એવો એક પણ દિવસ નહીં અભિનવે મારી માતાને મારી નહિ હોય.
થોડાક મહિના પહેલા તેને એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથરૂમના કાચમાં જોઈને પોઝ આપીને પોતાના એબ્સ દેખાડી રહી છે. આ વીડિયોના કૅપ્શનમાં પલકે લખ્યું છે કે આ પોઝને હેર ઉલ્ટા-પુલ્ટા કહેવાય છે. આ પોઝમાં તે સુંદર દેખાય છે.આ વીડિયોના તેના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ તેના આ પોઝના વખાણ કર્યા તો કેટલાકે તેના વાળના વખાણ કર્યા છે.
પલકના આ વીડિયોને 24 કલાકમાં 70 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. પલક સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તે પોતાના સ્ટાઈલિશ ફોટોસ શેર કરે છે અને તેના ચાહકોને તેના ફોટોસ ખુબ જ પસંદ આવે છે. તેને ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ 91 હજારથી વધારે ફોલોઅર્સ છે. પલકના ચાહકો તેના ફોટોની રાહ જોઈને બેઠા હોય છે.
View this post on Instagram
Shot by @sachin113photographer Makeup by: @makeupbyashokchandra Styled by @shreyajuneja
‘કસૌટી ઝીંદગી કી’ ટીવી સિરિયલ દ્વારા પ્રેરણાના કિરદારમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જેના પછી મામલાની જાંચ કરતા પોલીસે અભિનવની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટના આધારે અભિનવે પોતાની સાવકી દીકરી પલક સાથે પણ માર-પીટ કરી હતી.એવામાં હવે શ્વેતાની દીકરી પલકનું મંતવ્ય સામે આવ્યું છે.
પલકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની વાત કહી છે. પલકે પોસ્ટ દ્વારા જણાવ્યું કે ઘરેલુ હિંસાનો શિકાર તેની માં નહિ પણ તે પોતે જ થઇ હતી.અભીનવે ક્યારેય તેને શારીરિક રુપથી ત્રાસ આપ્યો ન હતો પણ તે તેના પર લગાતાર દુઃખી કરનારી વાતો કહેતો રહેતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો.
શ્વેતાએ પોતાની માં ના સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું આ સિવાય પલકે કોઈપણ જાતની અફવાઓ ન ફેલવાવા માટેની પણ અપીલ કરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.