પીચ શોર્ટ ડ્રેસ અને વ્હાઇટ બ્લેઝરમાં પલક તિવારીનું ગ્લેમરસ ફોટોશૂટ, શ્વેતાની લાડલીના દિલકશ અંદાજે ખેંચ્યું ચાહકોનું ધ્યાન

શ્વેતા તિવારીની દીકરીએ સફેદ બ્લેઝારમાં ભૂક્કા બોલાવ્યા, ફેન્સે કર્યા પેટ ભરીને વખાણ

ટીવી જગતની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ સુંદરતાની બાબતમાં કોઈથી કમ નથી. શ્વેતાની જેમ પલક પણ લુક્સ અને સુંદરતાની બાબતમાં અવાર નવાર ચર્ચામાં બનેલી રહે છે.

પલક સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની દમદાર અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે, ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને તેની તસવીરોને ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

એવામાં તાજેતરમાં જ પલકે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તસવીરમાં પલક પીચ શોર્ટ બોડીકૉન ડ્રેસ અને વ્હાઇટ બ્લેઝર પહેરેલી દેખાઈ રહી છે. આ લુકની સાથે પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. શ્વેતાએ લાઈટ મેકઅપની સાથે પિન્ક લિપસ્ટિક લગાવી રાખી છે અને ડાયમંડ ઈયરરિંગ પહેરી રાખી છે.

તસવીર પોસ્ટ કરતા પલકે કૈપ્શનમાં લખ્યું કે,”અ વિન્ટર રોઝ”. પલકની આ તસવીર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પલકના આ ફોટોશૂટ પર સલમાન ખાનની પૂર્વપ્રેમિકા સંગીતા બિજલાનીએ પણ કમેન્ટ કરતા લખ્યું કે ‘લવલી’.

કારકિર્દીની વાત કરીએ તો પલકનું ગીત ‘બિજલી’ અમુક સમય પહેલા જ રિલીઝ થયું છે, જેને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. મળેલી જાણકારીના આધારે પલક બોલીવુડમાં પણ ડેબ્યુ કરી શકે તેમ છે. પલક વિવેક ઓબોરોય સાથે ફિલ્મ રોજી:દ સૈફરન ચેપ્ટરમાં જોવા મળશે. ફિલ્મ ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારિત હશે, જેમાં પલક રોજીનો કિરદાર નિભાવતી જોવા મળશે. જો કે તે ફિલ્મ ‘Quickie’ દ્વારા પણ બૉલીવુડ ડેબ્યુ કરી શકે તેમ છે.

Krishna Patel