રસોઈ

શિયાળાની અંદર ગરમીનો અનુભવ કરાવે એવી વાનગી પાલકનો સૂપ બનાવો ઘરે જ, એકદમ સરળ રીતે, જાણી લો રેસિપી

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. આ મોસમની અંદર લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખતા હોય છે.  ખાવા માટે પણ વિવિધ વાનગીઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે તે પણ પોતાના આહારમાં સામેલ કરે છે. એવી જ એક પૌષ્ટિક અને  શિયાળાની અંદર શરીરમાં ગરમાવો લાવી દે તેવી વાનગી છે પાલકનો સૂપ.  આજે અમે તમને પાલકનો સૂપ બનાવવાની એકદમ સરળ રીત સમજાવીશું, જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે.

Image Source

પાલકનો સૂપ બનવવાની સામગ્રી:

  • 2 કપ પાલક (લગભગ 125  ગ્રામ)
  • 1/2 કપ દૂધ
  • 1/2  ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ (કોર્ન ફ્લોર)
  • 1/2 ટી સ્પૂન તેલ
  • 1/2 ટી સ્પૂન બટર
  • 1/3 કપ કાપેલી ડુંગળી (1 મીડીયમ)
  • 1/4 ઇંચ આદુનો ટુકડો, ઝીણો કાપેલો
  • લસણની 1-2 કળી, બારીક કાપેલી
  • 1 કપ પાણી
  • 1/4 ટી સ્પૂન ખાંડ (ઈચ્છા હોય તો)
  • 1/4 ટી સ્પૂન કાળા મરી પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
Image Source

પાલકનો સૂપ બનવવાની રીત:

  • પાલકના પાનની ડાળખીઓ કાપી પાણીમાં ધોઈને તેને અલગ કરી લેવા.
  • જો પાલકના પાન મોટા હોય તો તેને મોટા મોટા ટુકડામાં કાપી લેવા.
  • 1/2 કપ દૂધની અંદર 1/2 ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ ઉમેરી અને બરાબર કોઈ ગાંઠ ના રહે તેમ ભેળવી લેવું.
  • એક કઢાઇની અંદર તેલ અને બટર લઈને ધીમી આંચ ઉપર ગરમ કરવું.
  • તેલ અને બટર ગરમ થઇ ગયા બાદ તેમાં કાપેલી આદુ અને લસણ નાખવું અને થોડીવાર સુધી શેકતા રહેવું.
  • આદુ અને લસણ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર કાપેલી ડુંગળી નાખવી. અને ડુંગળી સામાન્ય ગુલાબી ના થાય ત્યાં સુધી શેકતા રહેવું.
  • ડુંગળી ગુલાબી થતા તેમાં પાલક નાખી દેવું અને પાલક નરમ થતા સુધી તેને હલાવતા રહેવું.
  • ત્યારબાદ એક કપ પાણી, ખાંડ અને મીઠું નાખીને સારી રીતે ભેળવી લેવું અને મિશ્રણને 3 મિનિટ માટે ઉકાળવા માટે રાખી દેવું.
  • ખાંડ એટલા માટે  જરૂરી છે કે તે પાલકનો લીલો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે ખાંડ નથી નાખવા માંગતા તો પણ ચાલી શકે છે.
  • મિશ્રણ બરાબર ઉકલી ગયા બાદ તેને ઠંડું કરવા માટે રાખી દેવું.
  • મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તેને હેન્ડ બ્લેન્ડરથી તેને બરાબર એકરસ પીસી લેવું.
  • પ્યુરી બની ગયા બાદ તેમાં દૂધની અંદર જે કોર્નસ્ટાર્ચ  ઓગળ્યો હતો તે નાખી દેવો.
  • ત્યારબાદ તેને 2-3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર પકાવી લેવું.
  • ત્યારબાદ તેમાં નાખી અને 4-5 મિનિટ સુધી પકાવી લો.
  • ગેસ બંધ કરી અને એકવાર સૂપ ટેસ્ટ કરી લેવું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર પણ ઉમેરી શકો છો.
  • આ સૂપને ગરમ ગરમ જ એક બાઉલમાં કાઢી અને પીરસો.
Image Source

આ  રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સ્વાદસભર અને હેલ્દી રેસિપી તમારા માટે અમે લાવતા રહીએ.