“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.
આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે.
આ શોનું છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં શુટિંગ ચાલી રહ્યુ હતુ. જયાં શોની સ્ટારકાસ્ટ હાજર હતી. કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
તેને જ કારણે ટીવી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શૂટિંગ બંધ હતા. ત્યારે મેકર્સ સિરિયલ્સના શુટિંગ બહાર જઇને કરતા હતા.
‘તારક મહેતા’ના મેકર્સ પણ મહારાષ્ટ્ર બહાર ગુજરાતના વાપીના મીરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કર્યું હતું. ત્યારે હવે શોમાં સોનુંનું પાત્ર નિભાવનાર પલકે બિહાઇન્ડ ધ સીન તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તે ટીમના એકટર્સ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તસવીરમાં સમય શાહ, કુશ શાહ, દિલીપ જોશી, અમિત ભટ્ટ, સુનૈના ફોજદાર, અંબિકા રાજંકર, મંદાર ચંદવાકર, શ્યામ પાઠક જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.
આ તસવીરો શેર કરતા પલકે કેપ્શન આપ્યુ છે કે, કેટલીક ખૂબસુરત યાદો હંમેશા માટે…આ સાથે તેણે કેટલાક હેશટેગ પણ આપ્યા છે.
તસવીરોમાં બધા ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. બધા વચ્ચે એક ખાસ બોન્ડ પણ જોવા મળી રહ્યો છે.ટીમના શુટિંગ સાથે સાથે તેઓ પોતાના માટે પણ સમય નીકાળી રહ્યા છે.
આ ઉપરાંત પલક સિધવાનીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પલક સાથે શોમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવતી સુનૈના ફોજદાર જોવા મળી હતી.
View this post on Instagram