નવી સોનુના બર્થ ડે બૈશમાં હંગામો મચાવતી જોવા મળી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની પૂરી ટીમ, જુઓ તસવીરો

“તારક મહેતા…” ની સોનુ પલક સિધવાનીએ બે વર્ષ બાદ મનાવ્યો જન્મદિવસ, સામે આવી સેલિબ્રેશનની તસવીરો

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલથી લઈને અમિત ભટ્ટ ઉર્ફે બાપુજી સુધીના આ શોના ચાહકો શો સંબંધિત દરેક અપડેટ જાણવા આતુર રહેતા હોય છે. ત્યાં, ટપ્પુ સેના તો આ શોની ચહલ પહલ છે. ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી સોનુ ભીડેને દર્શકો ઘણો પ્રેમ કરે છે. પછી તે જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી હોય કે નવી સોનુ ઉર્ફે પલક સિધવાની હોય. ‘તારક મહેતા…’ ફેમ પલક સિધવાની માત્ર સિરિયલના કારણે જ ફેમસ નથી પરંતુ તે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. તેણે તાજેતરમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા.

આ પાર્ટીમાં ‘તારક મહેતા…’ના કેટલાક કલાકારો પણ જોવા મળ્યા હતા. પલકે જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને સાથે સાથે હોટ પણ લાગી રહી છે. ચાહકોને તેની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. પલક સિધવાનીનો જન્મદિવસ 11મી એપ્રિલે હતો. પરંતુ તેણે લગભગ 10 દિવસ બાદ પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સેલિબ્રેશનના ફોટા ખૂબ જ ફની છે.

પલક સિધવાનીએ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો ન હતો. પરંતુ આ વર્ષે તેણે તેનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો. પલક સિધવાની સાથે માલવ રાજદા, પ્રિયા આહુજા અને સુનૈના ફોજદાર પણ જોવા મળ્યા હતા. જો કે, આ પાર્ટીમાં ટપ્પુ સેના ક્યાંય દેખાતી ન હતી. ગોગી, ગોલી, ટપ્પુ અને પિંકુની ભૂમિકા ભજવી રહેલા કલાકારો સોનુની બર્થડે પાર્ટીથી દૂર જોવા મળ્યા હતા.  પલકે પાર્ટીમાં એક ગીત પણ ગાયું હતું.

તેણે જી લે ઝરા ગાતી વખતે તેની પાર્ટીનો એક વીડિયો પણ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેના આ ગીતના ચાહકો પણ વખાણ કરી રહ્યા છે. પાર્ટીમાં પલકે તેના મિત્રો સાથે મ્યુઝિક પર જોરદાર ડાન્સ કર્યો અને મસ્તી કરી. ફોટામાં જોઈ શકાય છે કે તે અને તેના મિત્રો કેવી મસ્તી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ થતાં જ ચાહકો તરફથી અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા સ્ટાર પણ છે, ઇન્સ્ટા પર તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.

તારક મહેતા ઉપરાંત પલક માય સુપરહીરોના કાર્યક્રમમાં જોવા મળી છે. આ સિવાય તેણે ‘ગુગલ’ અને ‘અમૂલ બટર’ જેવી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. પલક વર્ષ 2019માં શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાઇ હતી. જો કે આ પહેલા પણ પલક ટીવીનો ભાગ રહી ચુકી છે. શું તમે જાણો છો કે પલક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા એક રિયાલિટી શો માટે કામ કરી ચૂકી છે ?

જણાવી દઈએ કે પલક દેશના સૌથી લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં જોવા મળી હતી. આ શો દ્વારા જ તેને પ્રથમ પગાર મળ્યો હતો. તેણે ઈન્ડિયન આઈડલ માટે પ્રોમો શૂટ કર્યું હતું. આ પ્રોમો માટે તેને કેટલાક હજાર રૂપિયા મળ્યા હતા. આ સિવાય તે અમૂલ બટરની જાહેરાત અને ડિઝની પ્લસ હોટસ્ટારની સીરીઝ હોસ્ટેજ્સમાં પણ જોવા મળી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા પલકને સૌથી મોટો બ્રેક મળ્યો.

પલકના પિતાને આ શો ગમતો હોવાથી જ્યારે પલકને સોનુનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેણે તરત જ તેના માટે હા પાડી દીધી હતી.હવે પલકને આ શો સાથે જોડાયાને લગભગ બે વર્ષ ઉપર થઈ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, પલક સિધવાની આ શોના એક એપિસોડ માટે 35 થી 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

Shah Jina