મનોરંજન

તારક મહેતાની આ અભિનેત્રીએ ખરીદી ચમચમાતી બ્રાન્ડ ન્યુ કાર, માતા-પિતાના નામે લખ્યો ઈમોશનલ લેટર

તારક મહેતાની અભિનેત્રીએ આ ચમચમાતી નવી ગાડી ખરીદીને પિતાને બર્થ-ડે ગિફ્ટ કરી, માતા-પિતાના નામે લખ્યો ઈમોશનલ લેટર

લોકપ્રિય ટીવી શો તારક મહેતા આજે દરેક ઘરમાં જોવાય છે અને તેને કલાકારોએ લોકોના મનમાં પોતાની એક અલગ જ છાપ છોડી છે. તેના કલાકારો દરેક લોકોના દિલ પર રાજ કરે છે. આ શોમાં સોનુનું પાત્ર ભજવનારી પલક સિધવાનીને લોકોએ ખુબ જ પસંદ કરી છે એન તેને પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksidhwani)

પલક સિધવાનીએ પોતાની કમાઈથી હાલમાં જ એક ચમચમાતી બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે. જણાવી દઈએ કે આ કાર તેના પરિવારની પહેલી કાર છે અને તેને પોતાના પિતાના જન્મ દિવસ પર આ ગાડી તેમને ગિફ્ટમાં આપી છે. આ અભિનેત્રી માટે ખુબ જ ગર્વની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksidhwani)

પલક ઘણા લાંબા સમયથી પોતાના પિતાને આ ગાડી ગિફ્ટમાં આપવા માંગતી હતી. તેને પોતાના યૂટ્યૂબ ચેનલમાં પણ આ વાત જણાવી હતી. તેના પરિવારના લોકોને આ વાતની જાણ પણ ન હતી કે તેને આ ગાડી ખરીદી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksidhwani)

આ દરમિયાન પલકની માતા ઈમોશનલ થઇ ગયા હતા ત્યારે પલક તેની માતાના ગળે લાગીને તેને કહે છે કે આ કાર તેમને રોવડાવવા માટે નહીં પણ હસાવવા માટે લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksidhwani)

પલકે આ કાર સાથેની તસવી તેને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ તસવીર શેર કરતા લખ્યું હતું કે, હું તમારા પ્રેમ અને સપોર્ટથી જ અહીં સુધી પહોંચી છું. આ ખુશખબર તમારી સાથે શેર કરું છું. તમારો આશીર્વાદ બનાવી રાખજો. તારક મેહતાના અંજલિ ભાભી તથા ઇન્ડસ્ટ્રીના બીજા કલાકારોએ પણ કોમેન્ટમાં શુભકામના આપી હતી.