છેલ્લા 12 વર્ષથી લોકોને મનોરંજન કરાવતો શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’ આમ તો ઘણા કોમેડી શો છે પરંતુ આ શોએ કંઈક અલગ જ જગ્યા બનાવી લીધી છે. આ શોના બધા જ કિરદારોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ શોએ હાલમાં જ 12 વર્ષ પુરા કર્યા છે. આ શો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આ લોકોનું ફેન ફોલોઇંગ પણ વધારે છે. આ વચ્ચે આ શોમાં ભીડેની દીકરીનો રોલ નિભાવનારી પલક સિદ્ધવાની જબરદસ્ત ચર્ચામાં છે.
View this post on Instagram
પલકે મીમ બનાવનારા પેજ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તો પલકે આ કામ કરનારને આખરી ચેતવણી આપી છે. પલક સિદ્ધવાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી મીમ પેજની ક્લાસ લગાડી દીધી છે. પલકે નફરત ફેલાવનારા લોકોની ક્લાસ લગાડી દીધી છે.
View this post on Instagram
પલકે આ સ્ટોરીમાં લખ્યું હતું કે, બધા ફાલતુ નફરત ફેલાવનારા મીમ પેજ માટે, પહેલી અને છેલ્લી વાર ચેતવણી આપું છું કે, મારી તસ્વીરનો ઉપયોગ કરવાનું બંધ કરો. મારી તસ્વીરને ફોટોશૉપ કરવાનું બંધ કરો. મારા વિષે ખરાબ વાત લખવાનું બંધ કરો. દુનિયામાં પહેલા આટલું ચાલી રહ્યું છે કે, આ વચ્ચે નફરત ફેલાવવાનું બંધ કરો.
View this post on Instagram
પલકે વધુમાં લખ્યું હતું કે,જો તમે મને પસંદ ના કરતા હોય તો મને ફોલોના કરો, આ આટલી સિમ્પલ છે કારણકે મારી બેઇજ્જતી અને બેકાર વાત ફેલાવવાનો તમને કોઈ અધિકાર નથી. આ સાથે જ તેને પોસ્ટમાં એ પણ સાફ કરી દીધું હતું કે, તે આવા લોકો વિરુદ્ધ એક્શન લેવા માટે પણ તૈયાર છે.
View this post on Instagram
વધુમાં પલકે લખ્યું હતું કે,જો મેં કઈ આવી પોસ્ટ જોઈ,જેનાથી મારી ગરિમા અને માનસિક શાંતિને નુકસાન થયું તો આ પોસ્ટ કરનારે તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. મને આવું કદમ ઉઠાવવા માટે મજબૂરના કરો. જેનાથી તમારા પેજને નુકસાન પહોંચે. એક વાર સાંભળી લો-આ બંધ કરો, માણસાઈ શીખી લો. હજુ સમય છે.
View this post on Instagram
પલક સિદ્ધવાણી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આ વચ્ચે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.