રસોઈ

સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાઈ રહી છે આ પાલક પનીર ઈડલી, જાણો આ છે રહસ્ય

સોશિયલ મીડિયા કોઈપણ વ્યક્તિના ટેલેન્ટને દૂર રહીને પણ ઓળખવાનું એક માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી અવનવી વસ્તુઓ અને વાનગીઓ વાયરલ થતી હોય છે. એવી જ એક વાનગી હાલ ખુબ જ ચર્ચામાં રહી. જે વાનગી હતી પાલક પનીર ઈડલી.

Image Source

આ ઈડલી બેગ્લોરની એક પ્રખ્યાત ફૂડ બ્લોગર મીનાએ શેર કરી હતી. મીના “The Red Plate Chronicles” નામથી બ્લોગ ચલાવે છે. તે અલગ અલગ પ્રકારની ડીશ બનાવવા માટે ઓળખાય છે.

જ્યાં એક તરફ ઇન્સ્ટાગ્રામ ઉપર આ પાલક પનીર ઈડલીની ખુબ પ્રસંશા થઇ રહી છે તો ઘણા લોકો ટ્વિટરના માધ્યમથી તેનો વિરોધ પણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયનનો કોમ્બો યોગ્ય નથી. લોકોનું કહેવું છે કે આવા પ્રયોગ બંધ કરવા જોઈએ.

@”The Red Plate Chronicles Instagram

મીનાએ જે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ઈડલીની ફોટો શેર કર્યો છે તે અમે તમને બતાવી રહ્યા છે. આ પાલક પનીર ઈડલીની અંદર તેને પનીરની ચટપટી સ્ટફિંગ તૈયાર કરીને પ્લાક પ્યુરી મિક્સ ઈડલી બેટરની વચ્ચે રાખીને બનાવી છે. પાલક બેટરની અંદર જીરા પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ભેળવ્યું છે. સાથે જ શેકેલા ચણા અને બાજરીની ખીર પણ પ્લેટની અંદર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Meena (@theredplatechronicles) on

આ સાથે જ મીનાએ લખ્યું છે કે પાલક પનીર ઈડલી એક નવા અવતારમાં તેને સ્વાદિષ્ટ સંયોજનને બીજીવાર બનાવવાનો પ્રયાસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.