ખબર

અમદાવાદીઓને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ, આ 2 ફ્લાઈ ઓવરનું થયું લોકાર્પણ

સરખેજથી ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર સતત ટ્રાફિક રહે છે. વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટે 6 માર્ગીય રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.  આ કામ માટે 867 કરોડ ફાળવવામાં  આવ્યા છે. જે અંતર્ગત ગઈકાલે 2 ફ્લાઈ ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Image source

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે એસજી હાઈવે પરના સિંધુ ભવન ફ્લાય ઓવર જે 35 કરોડના ખર્ચ બનેલ છે અને સરખેજ સાણંદ ફ્લાયઓવર જે 36 કરોડના ખર્ચ બનેલ છે તેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આગામી સમયમાં સરખેજથી ચિલોડા સુધી 50 કિલોમીટર ટ્રાફિક જંકશન વગર સીધા જ પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર થવા જઈ રહ્યો છે. આ ફ્લાઇ ઓવર બન્યા બાદ એસજી હાઇવે પર કોઈ ક્રોસ રોડ જંકશન નહીં આવે.  જેને કારણે માત્ર 20 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે, જે માટે હાલમાં 1 કલાક જેટલો સમય લાગી જાય છે. નોઈડા પછી પહેલીવાર દેશભરની અંદર આ વ્યવસ્થા આપણા ગુજરાતમાં ઉભી થવા જઈ રહી છે.

Image source

એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ જંકશનથી ઝાયડસ હોસ્પિટલ સર્કલ સુધીનો એલિવેટેડ ફ્લાઇ ઓવર ભારતનો પાંચમો સૌથી લાંબો એલિવેટેડ ફ્લાઇ ઓવર હશે. આ ઓવરબ્રિજમાં સૌથી વધુ ખર્ચ 270 કરોડનો ખર્ચ છે, જેની લંબાઇ લગભગ 4 કિ.મી.ની નક્કી થઈ છે.
નોંધનીય છે કે એસ.જી. હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે. જોકે આ વાહનચાલકોની મુશ્કેલીઓ સોમવારથી દૂર કરવા માટે અહીં ફ્લાઇ ઓવર બનાવવામાં આવ્યા છે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બન્ને ફ્લાઇ ઓવરને ખુલ્લા મુકાતાં જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

Image source

નેશનલ હાઇવે 147 પર સરખેજ–ગાંધીનગર–ચિલોડાના કુલ 44 કિ.મીના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તા પર અગિયાર જેટલા ફ્લાઇ ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગાંધીનગરને જોડતા આ રસ્તા પર સંપૂર્ણ ટોલ ફ્રી રસ્તાનું નિર્માણ દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શક્ય બન્યું છે. રાજ્યના નાગરિકો કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર સરળતાથી આવાગમન કરી શકશે.