વાહ આ તો કંકોત્રી નહિ પણ અબોલા જીવનું ઘર છે, ડીસામાં લગ્નની કંકોત્રી જોઈને લોકો પણ કરવા લાગ્યા સલામ, જુઓ તસવીરો

બનાસકાંઠાના યુવાને બનાવી અનોખી કંકોત્રી, ફક્ત 100 રૂપિયામાં બની, જોઈને સલામ કરશો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા કામો એવા પણ થતા હોય છે જે દિલ જીતી લેતા હોય છે. એવા ઘણા લગ્નો તમે જોયા હશે જે ચર્ચાનો વિષય બને છે અને લગ્નનું આયોજન પણ એવી રીતે થતું હોય છે જેના લોકો પણ વખાણ કરતા હોય છે. લગ્નની શરૂઆત કંકોત્રીથી થાય છે ત્યારે આજે લોકો પોતાના લગ્નની કંકોત્રીમાં એવા એવા લખાણ લખાવતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે.

તો ઘણા લોકો કંકોત્રીની એવી ડિઝાઇન પણ પસંદ કરતા હોય છે કે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની કંકોત્રી સામે આવી છે જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ આ કંકોત્રીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કારણ કે આ કોઈ સામાન્ય કંકોત્રી નથી પરંતુ કંકોત્રીના રૂપમાં પક્ષીઓનો માળો છે.

આ અનોખી કંકોત્રી બનાવડાવી છે બનાસકાંઠાના ડીસામાં આવેલા વાસણા નવા ગોળીયા ગામમાં રહેતા મુકેશભાઈ મળીએ. મુકેશભાઈ પ્રકૃતિ પ્રેમી પણ છે અને તેમને તેમના લગ્નની આ અનોખી કંકોત્રી બનાવવાનો નિર્ણય કલર્યો જેમાં કંકોત્રી પક્ષીઘર બની ગઈ. આ કંકોત્રી બનાવવા પાછળ મુકેશભાઈને 100 રૂપિયાનો ખર્ચ થયો છે.

મુકેશભાઈ પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે તેમને લગ્નમાં ફટાકડા પાર્ટી કે વરઘોડા જેવા ખર્ચ ના કરવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારે આ પક્ષીઘર જેવી કંકોત્રી બનાવીને તેમણે પ્રકૃતિ જતનનું એક ઉમદા કાર્ય પણ કર્યું છે. આ કંકોત્રી જે તે વ્યક્તિને આપવામાં આવશે તે કંકોત્રી વાંચ્યા બાદ તેને પક્ષીઘરમાં કન્વર્ટ કરીને પોતાના ઘરના આંગણામાં કે વૃક્ષ પર લટકાવી શકશે.

આ ઉપરાંત મુકેશભાઈએ તેમના ઘરે લગ્નમાં આવનારા મહેમાનો માટે પણ ખાસ આયોજન કર્યું છે. આ લગ્નમાં આવનારા તમામ મહેમાનો, સ્નેહોજનો, મિત્રોને પર્યાવરણના જતન તરીકે એક છોડ આપવામાં આવશે જેના દ્વારા તે વૃક્ષારોપણ પણ કરી શકે અને પ્રકૃતિને વિકસાવવામાં એક ઉમદા ફાળો આપી શકે.

Niraj Patel