આ પાકિસ્તાની યુવતીને અમદાવાદી જોડે થયો પ્રેમ, આ રીતે ભાંડો ફૂુટ્યો
ફિલ્મોમાં આપણે એવી વાર્તાઓ જોઈએ છીએ કે પ્રેમ માટે લોકો કંઈપણ કરી શકે છે, તેમને નાત-જાતના બંધનો પણ નતી નડતા કે ના તેમને સરહદો રોકી શકે છે, હકીકતમાં પણ એવી કેટલીક ઘટનાઓ આપણે સોશિયલ મીડિયા કે સમાચારોમાં જોઈ હશે, પરંતુ અમદાવાદમાં બનેલી આ ઘટના તમને પણ વિચારમાં મૂકી દેશે.

મૂળ પાકિસ્તાનના લાહોરની એક મહિલા તેના બે બાળકો સાથે હાલ અમદાવાદ ગેરકાયદેસર વસવાટ કરતા ઝડપાઇ છે. જે અંતર્ગત જાણવા મળેલ છે કે તે મહિલાને સોશિયલ મીડિયા દ્વારા મૂળ કેરેલા અને અમદાવદમાં વસવાટ કરતા એક યુવક સાથે પ્રેમ થઇ જતા, લગ્ન કરવા માટે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની મહિલા જેનું નામ કેરોલ હતું તેને 2018માં અમદવાદમાં રહેતા સુજીત સાથે લગ્ન કર્યા હતા. તે મહિલાના પહેલા લગ્ન પાકિસ્તાનમાં થયા હતા અને તેનાથી તેને બે બાળકો પણ હતા. પરંતુ તેના છૂટાછેડા થયા બાદ તે પોતાના બંને બાળકો સાથે એકલી પાકિસ્તાન કરાંચીમાં રહેતી હતી.

આ તરફ સુજીતના પણ લગ્ન થયા હતા અને તેને પણ એક દીકરી હતી. પરંતુ તેના પણ છૂટાછેડા થઇ ગયા હતા એન તે પોતાની દીકરી સાથે જ અમદાવાદની અંદર રહેતો હતો. આ દરમિયાન જ સોશિયલ મીડિયા મારફતે કેરોલ અને સુજીતની મિત્રતા થઇ અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા.
લગ્ન કરવા માટે કેરોલને નકલી કાગળિયા બનાવીને નેપાળ મારફતે સુજીતે ભારત બોલાવી લીધી. અને કચ્છમાં બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ કેરોલના નકલી દસ્તાવેજ પણ બનાવવામાં આવ્યા અને સુજીતની પહેલી દીકરી અને કેરોલના બંને બાળકો સાથે તે અમદાવાદમાં રહેવા લાગ્યા. કેરોલ પાકિસ્તાની છે તે વાતની પણ કોઈને જાણ ના થઇ.

પરંતુ આ ઘટનામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 4 મહિના પહેલા જ સુજીતનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થઇ ગયું. સુજીતના મૃત્યુ બાદ તેની પહેલી પત્નીના સાળાએ પોતાની ભાણીને પાછી મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો. કારણ કે તેની ભાણી કેરોલ સાથે રહે તે તેને ગમતું નહોતું. સાથે જ તેને ફરિયાદમાં કેરોલ પાકિસ્તાની છે તેની જાણકારી પણ આપી.
સુજીતના સાળાની ફરિયાદના આધારે પોલીસે કેરોલની ધરપકડ કરી અને તેની પુછપરછ કરતા તે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. પોતાના નકલી દસ્તાવેજો વિશે તેને સુજીત ઉપર દોષનો ટોપલો ઠાલવ્યો છે. સુજીતનું અવસાન થયું હોવાના કારણે પોલીસ હવે આ મામલાની તપાસ કરવામાં ઊંડી ઉતરી છે.