સ્વતંત્રતા દિવસ ઉપર પાકિસ્તાની સંગીતકારે આપી ભારતને એક શાનદાર ભેટ, રબાબી ઉપર વગાડેલુ “જન ગણ મન” સાંભળીને જ રૂવાંડા ઉભા થઇ જશે, જુઓ વીડિયો

ગઈકાલે આખા દેશની અંદર આઝાદીના પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. વળી આ વર્ષે હર ઘર તિરંગા અભિયાનના કારણે આખો દેશ તિરંગાના રંગમાં રંગાયેલો જોવા મળ્યો. ત્યારે ઇન્ટરનેટ ઉપર પણ આ ઉજવણીના ઘણા બધા વીડિયો જોવા મળ્યા, ત્યારે આઝાદીના આ અવસર ઉપર એક પાકિસ્તાની સંગીતકારે પણ ભારતને એક શાનદાર ભેટ આપી છે જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

લોકપ્રિય રબાબ વાદક સિયાલ ખાને ભારતીય ચાહકોની માંગ પર ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મન વગાડ્યું. પાકિસ્તાનના એક લીલાછમ પહાડી વિસ્તારમાં યુવા સંગીતકાર આંગળીઓ વડે રબાબ પર જન-ગણ-મનની ધૂન વગાડતા જોવા મળે છે. આ વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા સિયાલ ખાને લખ્યું  ‘સરહદ પારના મારા દર્શકોને આ મારી ભેટ છે.”

ભારતમાં સોશિયલ મીડિયા પર સિયાલ ખાનના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર, તેણે તેના સ્ટેટસ પર પોસ્ટ કર્યું કે મને ઘણા લોકો દ્વારા ભારતીય રાષ્ટ્રગીત વગાડવા માટે કહેવામાં આવ્યું હતું, મેં તે પહેલાં ક્યારેય વગાડ્યું નથી પરંતુ હું મારા ચાહકો માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.

રબાબ એક તારવાળું વાદ્ય છે. તે વીણા જેવું હોય છે. આ સંગીત વાદ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં સિયાલ ખાન તેના રબાબ પર ‘જન ગણ મન’ વગાડતા જોવા મળી રહ્યા છે. તેમની પાછળ શાંત સુંદર પર્વતો અને પૃષ્ઠભૂમિમાં હરિયાળી છે. તેના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 લાખ કરતા પણ વધુ લોકોએ જોયો છે.

Niraj Patel