આ મશહૂર ખુબસુરત મોડલની સંદિગ્ધ હાલતમાં મોત, ઘરમાં મળી કપડા વગર લાશ- આવી રીતે ખુલ્યો હત્યાનો ભેદ

પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી નયાબ નદીમ, જેની સન્માનના નામે હત્યા કરી દેવામાં આવી. નાયબનો મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યો હતો કે પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષાની ખરાબ હાલતની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી, જે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર હતી, પરંતુ તેની આસપાસના લોકોના કારણે જ તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. લાગ્યું કે તે તેમના સન્માન માટે ખતરો છે. નયાબ નદીમની 11 જુલાઇ 2021ના રોજ લાહોરમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી.

અહેવાલ અનુસાર, આ 29 વર્ષીય મોડલ નાયબ નદીમ શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયબના સાવકા ભાઈ મોહમ્મદ અલી નાસિરે અજાણ્યા લોકોએ તેની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. નાસિરે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે જ્યારે તે તેને તેના ઘરે મળવા ગયો ત્યારે તેણે તેની લાશ જમીન પર પડેલી જોઈ. નાયબ અપરિણીત હતી અને તે ઘરમાં એકલી રહેતી હતી.

આ ઘટનાના થોડા અઠવાડિયા પહેલા એક બ્રિટિશ-પાકિસ્તાની માહિરાની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી ફેઝ-5માં હત્યા કરવામાં આવી હતી, જ્યાં નયાબ નદીમ રહેતી હતી. તે વિસ્તારમાં એક 25 વર્ષની મહિલા પણ એકલી રહેતી હતી. બંને હત્યાઓમાં ઘણી સામ્યતાઓ હતી. માહિરા મર્ડર કેસમાં પણ પોલીસના હાથ ખાલી હતા, જેથી કદાચ આ સીરીયલ કિલિંગનો મામલો હશે એવું માનવામાં આવી રહ્યુ હતુ. જેમં લૂંટારુઓ એકલી રહેતી મહિલાઓને નિશાન બનાવતા.

જો કે પોલિસે આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી તપાસ આગળ ધપાવી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે નાયબના ઘરની આસપાસ એક વ્યક્તિ વારંવાર જોવા મળી હતી. જો કે, કેમેરાની નબળી ગુણવત્તાને કારણે આ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો ન હતો. પોલીસ સીરીયલ કિલિંગની તપાસ કરી રહી હતી અને થોડા દિવસો પસાર થયા. વાસ્તવમાં માહિરા મર્ડર કેસ આપોઆપ ઉકેલાઈ ગયો.

માહિરાના બે મિત્રોએ તેની હત્યાની જવાબદારી લીધી. જો કે, જ્યારે તેને નયાબ નદીમની હત્યા અંગે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેણે તેની સાથે કોઈ સંબંધનો સ્પષ્ટ ઇનકાર કર્યો. પરંતુ મોડલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પોલીસની ચિંતા વધી. નાયાબનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યુ. હવે સૌથી મોટો સવાલ એ હતો કે જો બળાત્કાર થયો ન હતો તો તેના કપડા કેમ ઉતારવામાં આવ્યા. કેમ કે મોડલની લાશ કપડા વગર મળી હતી.

CCTV

આ હત્યા બીજા કોઇએ નહિ પણ નાસિરે જ કરી હતી. નાસિરે તેની સાવકી બહેનને કોઈ બહાને તેના ઘરે આવવા કહ્યું. બપોરે નાસીર ઘરે પહોંચ્યો ત્યારે તેણે નાયબના અવૈદ્ય સંબંધોનો મુદ્દો ઉઠાવીને દલીલ શરૂ કરી અને ફૂડમાં ડ્રગ્સ ભેળવી તેને આપ્યુ. આના સેવન બાદ તે બેભાન થઈ ગઈ. હત્યાને લૂંટ અને બળાત્કાર જેવો દેખાડવા માટે નાસીરે દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને થોડા સમય પછી ઘરને અંદરથી તાળું મારી બાથરૂમની બારી તોડીને બહાર આવી ગયો, આ પછી તેણે પોલીસને જાણ કરી.

Shah Jina