એક પાકિસ્તાની કંટેન્ટ ક્રિએટરે કરાચીમાં પહેલીવાર દિવાળીની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ વીડિયો હાસ સોશિયલ માડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ વિડીયો જોયા બાદ એવું લાગશે કે જાણે ભારત જ છે. બિલાલ હસને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે કારણ કે તે વીડિયોએ લોકોના દિલ જીતી લિધા છે.
બિલાલ હસને કહ્યું, “પાકિસ્તાનમાં દિવાળી. મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય દિવાળી ઉજવી નથી. સિંધ પાકિસ્તાનના સૌથી મોટા હિન્દુ સમુદાયનું ઘર છે. કરાચી, સૌથી મોટું શહેર હોવાને કારણે, દેશમાં સૌથી વધુ ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. આ વિડિયોમાં, હસન સ્વામીનારાયણ મંદિરમાં ઉત્સવ ઉજવતો જોવા મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક લોકો દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. વીડિયોમાં લોકો પરિવાર અને મિત્રો સાથે ફટાકડા ફોડીને અને મીઠાઈનો આનંદ લઈ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. હસને વધુમાં કહ્યું, “હવે મેં આ બધી વાતો સાંભળી હતી પરંતુ મારી પોતાની આંખોથી ક્યારેય જોયું ન હતું. ઉત્સવની ખુશીમાં, મેં મારા મિત્ર એહબાબ માટે ઈદી સ્ટાઈલના કાર્ડ તૈયાર કર્યા અને સ્વામીનારાયણ મંદિર જવા રવાના થયો. “તે કરાચીનું સૌથી મોટું મંદિર છે અને મહાનગરમાં હિન્દુ જીવનનું કેન્દ્ર છે. આ જગ્યા ભરચક હતી. કરાચી શહેરમાં મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. ખૂણે ખૂણેથી વિવિધ પ્રકારના ફટાકડા નીકળી રહ્યા હતા. દાડમથી માંડીને પાયતી બોમ્બ. તે ખરેખર રોશનીનો તહેવાર હતો.”
વ્યક્તિગત સ્પર્શ ઉમેરતા, હસને મિત્રોને ઈદ-સ્ટાઈલના કાર્ડ આપવાની દિવાળીની પરંપરા અપનાવી, જેના બદલામાં, મીઠાઈના બોક્સથી તેમને આશ્ચર્યચકિત કર્યા. અગાઉ, ઈંફ્લુએંસર ધીરજ મંધને કરાચીમાં નવરાત્રિની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સ્થાનિક લોકો દાંડિયાનો આનંદ માણી રહ્યા હતા, તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
View this post on Instagram