અજબ પ્રેમની ગજબ કહાની ! પાકિસ્તાનના 35 વર્ષના વ્યક્તિને કેનેડાની 70 વર્ષની ઘરડી દાદી સાથે થયો પ્રેમ, લગ્ન પણ કરી લીધા અને હવે જવા માંગે છે કેનેડા, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનના 35 વર્ષના નઇમને કેનેડાની 70 વર્ષની દાદી સાથે થયો પ્રેમ, કરી લીધા લગ્ન

Pakistani 35 year old Man Married Canadian 70 year old Woman : એવું કહેવાય છે કે પ્રેમમાં કઈ જોવામાં નથી આવતું. ના જાતિ ધર્મ, ના અમીરી ગરીબી કે ના ઉંમર. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ સાંભળી હશે જેમાં મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરતી હોય. ત્યારે આવી ઘણી કહાનીઓ ખુબ જ ચર્ચામાં પણ આવે છે અને ઘણીવાર તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડતો હોય છે. હાલ એવી જ એક કહાની આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવી છે. જ્યાં એક 35 વર્ષના યુવકને 70 વર્ષની દાદી સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા.

70 વર્ષની દાદી સાથે પ્રેમ :

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાંથી એવા લગ્નના સમાચાર આવી રહ્યા છે જેમાં વરની ઉંમર દુલ્હન કરતા ઘણી મોટી હોય છે. પરંતુ આ વખતે એક એવા લગ્નના સમાચાર છે જેમાં છોકરાની ઉંમર છોકરી કરતા અડધી છે. 35 વર્ષીય નઈમ શહજાદે તેની ઉંમર કરતા બમણી 70 વર્ષની મેરી સાથે લગ્ન કર્યા છે. મેરી કેનેડાની રહેવાસી છે અને બંને વચ્ચે ફેસબુક પર અફેર શરૂ થયું હતું. કેટલાક લોકો નઇમના આ પગલાને તેના વિઝા મેળવવાના નિર્ણય સાથે જોડી રહ્યા છે. જ્યારે નઈમે આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.

વર્ષ 2012 માં મિત્રતા :

પાકિસ્તાનના ગુજરાતના રહેવાસી નઈમે જણાવ્યું કે, બંને વર્ષ 2012માં ફેસબુક પર મિત્રો બન્યા હતા. મેરીએ તેને વર્ષ 2015માં પ્રપોઝ કર્યું હતું. બંનેએ ઓગસ્ટ 2017માં લગ્ન કર્યા હતા. જો કે, નઈમને વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને બંને કેનેડામાં સાથે રહી શક્યા નહીં. મેરીએ તાજેતરમાં છ વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને છ મહિના સુધી નઇમ સાથે રહેવાની યોજના બનાવી હતી.

મેરીને પેન્શન મળે છે :

નઈમે જણાવ્યું કે જ્યારે તે મરિયમને મળ્યો ત્યારે તે માનસિક રીતે પરેશાન હતો. મેરીએ તેને ભાવનાત્મક અને આર્થિક રીતે ટેકો આપ્યો. નઈમના કહેવા પ્રમાણે, મેરી ખૂબ જ વૃદ્ધ છે અને બહુ અમીર નથી. આ ઉપરાંત, તે સાધારણ પેન્શન પર રહેતી હતી. નઈમે કહ્યું કે તેમને તેમની વચ્ચે ઉંમરના તફાવતની પરવા નથી. હવે મેરી, તેની પત્ની, તેના જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે.

નઈમને પ્રેમ કેમ થયો?

કેટલાક લોકો નઈમને લોભી અને ‘ગોલ્ડ ડીકર’ કહી રહ્યા છે. પરંતુ નઈમે આ આરોપોને નકારી કાઢ્યા છે. તે કહે છે કે જે સમયે તેણે મેરી સાથે લગ્ન કર્યા તે સમયે તે હતાશ હતો અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. મેરી એવી વ્યક્તિ હતી જેની સાથે તે દરેક મુદ્દા પર ખુલીને વાત કરી શકતી હતી. તેને દરેક રીતે ટેકો આપ્યો, ત્યારબાદ તેણી તેના પ્રેમમાં પડી ગઈ. તેઓએ જણાવ્યું કે તેમના ઘરમાં કોઈ વૈભવી વસ્તુ નથી અને બંને સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેણે કહ્યું કે લોકોને જે જોઈએ તે કહેવાની સ્વતંત્રતા છે. નઈમને એ બાબતોની પરવા નથી.

Niraj Patel