પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ: કેટલીક છોકરીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો પૂર્વ ગવર્નર

પાકિસ્તાનના રાજકારણમાં એક આપત્તિજનક વીડિયોને કારણે બબાલ મચી ગઇ છે. આ વીડિયો નવાઝ શરીફની પાર્ટીના નેતા મોહમ્મદ ઝુબેર ઉમરનો છે. ઝુબેરના ભાઇ અસદ ઇમરાન ખાન સરકારમાં મંત્રી છે. પોતે ઝુબેર PML-Nના મોટા નેતા છે અને સિંઘ પ્રાંતના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તેમને તાકાતવાર પાકિસ્તાની ફૌજ અને ISIના ખૂબ જ નજીકના જણાવવામાં આવે છે. ઝુબેરનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે એક નહિ પરંતુ અનેક છોકરીઓ સાથે નજર આવી રહ્યા છે.

હવે આ મામલે ચોંકાવનારી વાત એ છે કે, આ વીડિયો લિક કરવાનો આરોપ નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ પર લાગી રહ્યો છે. મીડિયા રીપોર્ટ અનુસાર ઝુબેરનો આ વીડિયો કરાચીના એક ફાઇવ સ્ટાર હોટલનો કેટલાક મહીના પહેલાનો છે. તેમાં બેથી વધારે છોકરીઓ નજર આવી રહી છે. પાકિસ્તાનના જર્નલિસ્ટ અને ટીવી એંકર મંસૂર અલી ખાન અનુસાર આ વીડિયોને ચાર કેમેરાથી અલગ અલગ એંગલથી શુટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોની 1 મિનિટ અને 7 સેકન્ડની ફુટેજ જારી કરવામાં આવી છે. સાજિશકર્તાઓ પાસે આનો પૂરો વીડિયો હશેે.

પાકિસ્તાનના બાગી ન્યુઝ ચેનલના રીપોર્ટ અનુસાર ઝુબેરનો આ વીડિયો તેમની જ પાર્ટીની નેતા અને નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે લીક કરાવ્યો છે. રીપોર્ટ અનુસાર મરિયમ કેટલાક દિવસ પહેલા આ વિશે ઇશારો પણ કરી ચૂકી હતી. આ વીડિયોમાં કેટલાક લોકોના નિવેદન પણ છે. આ લોકોએ દાવો કર્યો કે ઝુબેર લાંબા સમય સુધી છોકરીઓને નોકરીની લાલચ આપી ફસાવતા અને બાદમાં તેમનું યૌન શોષણ કરતા. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર ઝુબેરે 10 છોકરીઓનું યૌન ઉત્પીડન કર્યુ છે.

મરિયમ નવાઝે કહ્યુ કે, મોહમ્મદ ઝુબેરને કેટલાક સમયથી ધમકીઓ મળી રહી હતી. મામલો ઝુબેરનો છે. તે જ જાણે કે વાસ્તવિકતા શુ છે. મારી પાસે કોઇનો પર્સનલ વીડિયો નથી. જો કે, આ વીડિયોને ઝુબેરે ફર્જી જણાવ્યો છે. પાકિસ્તાનમાં આ વીડિયોને લઇને અલગ અલગ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુછે કે, મરિયમ નવાઝના ઇશારા પર  મોહમ્મદ ઝુબેરનો વીડિયો બનાવવામાં આવ્યો છે. મરિયમ નવાઝે આ પર પ્રતિક્રિયા આપતા  કહ્યુ કે, તે પૂરા મામલાની હકિકત જાણીને જ રહેશે.

Shah Jina