અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

પાકિસ્તાની હોટલના મેનેજરે હિન્દુ મહિલાઓને બહાર કાઢી, પછી થયું એવું કે સામે ચાલીને તેડાવવી પડી!

જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા કરવામાં આવતી દરેક કાર્યવાહીને લઘુમતિઓના માનવ અધિકાર સાથે જોડીને રોદણાં રડતું પાકિસ્તાન પોતાના દેશમાં હિન્દુ માઇનોરિટી સાથે કેવું વર્તન કરે છે એ તો સૌ જાણે છે. તાજેતરમાં બનેલી એક ઘટનાએ આ વાતને વધારે સાફ રીતે રજૂ કરી છે :

કારણ કે તમે હિંદુ છો!:

Image Source

ઘટના થોડા દિવસો પહેલા કરાંચીથી પચ્ચીસેક કિલોમીટર દૂર કરાંચી નેશનલ હાઇવે પર આવેલી એક રેસ્ટોરન્ટની છે. ભૌગોલિક રીતે સિંધના લરકાના પ્રાંતમાં આ હોટલ આવેલી છે.

અહીં કેટલીક પાકિસ્તાની હિંદુ મહિલાઓ જમવા આવી. થોડી વાર પછી બોલચાલ અને રીતભાત પરથી હોટલના મેનેજરને ખબર પડી કે, આ મહિલાઓ હિંદુ છે. તેમણે હોટલના મેનેજમેન્ટને કહીને આ મહિલાઓને કહી દીધું કે, અહીંથી બહાર નીકળો…તમને ખાવાનું પીરસવામાં આવશે નહી!

મહિલાઓ આશ્વર્યચકિત થઈ ગઈ. માત્ર હિન્દુ હોવાના લીધે તેની સાથે ભેદભાવ થઈ રહ્યો હતો. હોટલમાં જમવા આવેલી આ સ્ત્રીઓને જમવાનું તો ના મળ્યું, ઉલ્ટાની અપમાનિત કરીને બહાર કાઢવામાં આવી!

અને પછી થયો વિરોધ:

Image Source

અલ હબીબ રેસ્ટોરન્ટના આ કરતૂતને પછી તો દુનિયાએ જાણ્યું. કરાંચીમાં અને બીજી અનેક જગ્યાએ ‘ધર્મને આધારે ભેદભાવને દૂર કરો’ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજાયા. સિંધના અમુક વર્તમાનપત્રોએ પણ આ ઘટનાને વખોડી કાઢી.

Image Source

ઇન્ટરનેશનલ લેવલ પર આ મુદ્દો ત્યારે પહોંચ્યો જ્યારે પાકિસ્તાનના એક માનવાધિકાર કાર્યકર્તા, નામે કપિલદેવે ટ્વીટર પર આ ઘટના સાથે સિંધના એક વર્તમાનપત્રની ખબર શેર કરી.

આ તો ભારે થઈ ગઈ!:

Image Source

આખરે અલ હબીબના મેનેજમેન્ટને લાગ્યું કે આ ખોટું થઈ ગયું! પોતાની શાખ પર ડટ્ટો લાગતો જોઈને હોટલનો મેનેજર ડરી ગયો. એમણે એ હિન્દુ મહિલાઓને એમના પરીવાર સહિત તેડાવી અને શાલ ઓઢાડી એમનું સન્માન કર્યુઁ, માફી પણ માંગી અને ભોજન પણ કરાવ્યું! મેનેજરે કહ્યું કે, અમારી ભૂલ થઈ, આ કોઈ હિન્દુ-મુસ્લિમનો ઇશ્યૂ નહોતો.

અનેક ઘટનાઓ દબાવીને રાખો, એમાંથી એકાદ તો તણખો બહાર નીકળવાનો જ!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks