પાકિસ્તાની છોકરીની ઇટલીમાં ઘરવાળાએ કરી દીધી હત્યા: દેશ પરત ફર્યા પછી અરેન્જ મેરેજથી કરી દીધો હતો ઇનકાર તો અબ્બી-અમ્મી અને ભાઇઓ મળી મારી દફનાવી દીધી, એક વર્ષ બાદ મળી બોડી
ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે. ઘણીવાર તો ઓનર કિલિંગના એવા મામલા સામે આવે છે કે આપણે સાંભળી જ કંપી ઉઠીએ. હાલમાં ચકચારી ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે. એક પાકિસ્તાની પરિવારે ઇટલીમાં તેની 18 વર્ષની દીકરીને મારી નાખી. કારણ બસ એટલું હતુ કે તે ભણેલી ગણેલી હોવાને કારણે પરિવારની મરજીથી પાકિસ્તાન જઇ અરેન્જ મેરેજ કરવા માગતી નહોતી. ઘરવાળા લગ્ન માટે દબાણ બનાવી રહ્યા હતા અને છોકરીના ના કહેવા પર તેને મારીને તેની લાશ ગાયબ કરી દીધી. એક વર્ષ બાદ છોકરીનું કંકાલ ઇટલીમાંથી મળ્યુ,
જે બાદ પૂરા યુરોપ અને પાકિસ્તાનમાં આ હત્યાની ચર્ચા થઇ રહી છે. ઇટલીના પ્રધાનમંત્રીએ પણ આ ઘટના પર નિવેદન આપ્યુ છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, માસૂમ બાળકીને ન્યાય આપવામાં આવશે. 18 વર્ષની સમન અબ્બાસ તેના પરિવાર સાથે ઇટલીના નોવેલેરા શહેરમાં રહેતી હતી. તેના ઘરવાળા જૂના વિચારોવાળા હતા. તે નહોતા ઇચ્છતા કે તેમની દીકરી યુરોપમાં લગ્ન કરે. તે તેના પર પાકિસ્તાનમાં લગ્ન કરવાનું દબાણ બનાવી રહ્યા હતા. સમનના ના કહેવા પર પૂરા પરિવારે મળી તેની હત્યા કરી દીધી. સમનની હત્યાને લઇને ઘણી કહાનીઓ સામે આવી રહી છે.

યુરોપીય મીડિયામાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે સમનના ઘરવાળાને તેના બોયફ્રેન્ડ વિશે ખબર પડી ગઇ હતી, જેને કારણે તેઓએ સમનની હત્યા કરી દીધી. એપ્રિલ 2021માં સમન અચાનક ગાયબ થઇ ગઇ. તે બાદ ઘરવાળાનું કહેવુ હતુ કે તે તેના બોયફ્રેન્ડ સાથે ચાલી ગઇ છે. જ્યારે પોલિસને તેમની થ્યોરી પર શક હતો. આ વચ્ચે પૂરો પરિવાર ઇટલી છોડી ભાગી ગયો. સમનના અબ્બાની પાકિસ્તાન તો હત્યામાં સામેલ તેના કાકાની ફ્રાંસથી ધરપકડ કરવામાં આવી હતી. સમનની માં હજી પણ ગાયબ છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે તે પાકિસ્તાનમાં ક્યાંક છુપાયેલી છે. પાકિસ્તાન દુનિયાભરમાં ઓનર કિલિંગ માટે કુખ્યાત રહ્યુ છે. કેટલાક વર્ષ પહેલા કંદીલ બલોચનો ચર્ચિત મામલો સામે આવ્યો હતો, જેમાં એક મોડલના ભાઇએ સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરવાથી નારાજ થઇ તેની હત્યા કરી દીધી હતી. પાકિસ્તાન હ્યુમન રાઇટ્સ કમિશનના રીપોર્ટ અનુસાર છેલ્લા વર્ષે દેશભરમાં ઓનર કિલિંગના 474 મામલા સામે આવ્યા હતા. જ્યારે બિનસરકારી આંકડાનું માનીએ તો આ સંખ્યા લગભગ 1000 થાય છે.