2 વાર તૂટ્યા લગ્ન પરંતુ ત્રીજીવારના પ્રેમે બદલી નાખ્યું આ યુવતીનું જીવન, ચર્ચામાં છે તેની અનોખી લવસ્ટોરી…જુઓ

2 વાર છૂટાછેડાથી તૂટી ગઈ ગઈ આ મહિલા… ત્રીજા લગ્નમાં થયું એવું કે તેને કલ્પના પણ નહોતી કરી.. જાણો સમગ્ર મામલો

લગ્ન એ ખુબ જ ખુશીની પળ છે, જેમાં બે લોકો જ નહિ પરંતુ બે પરિવારો એક થતા હોય છે. પરંતુ જ્યારે લગ્ન તૂટે છે એટલે કે કોઈના ડિવોર્સ થાય છે ત્યારે જે દુઃખ થાય છે તે કદાચ શબ્દોમાં પણ વ્યક્ત ના થઇ શકે. એ દુઃખ એ પીડામાંથી બહાર નીકળવું પણ ખુબ જ મુશ્કેલી ભરેલું હોય છે. ત્યારે હાલમાં એક પાકિસ્તાની છોકરીની હિંમતની કહાની સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

લગ્ન બાદ આ યુવતીના છૂટાછેડા થયા હતા. તેણે બીજા લગ્ન કર્યા. પરંતુ તે લગ્ન પણ ટકી શક્યા નહીં અને છૂટાછેડા થઈ ગયા. આ પછી હિંમત બતાવીને યુવતીએ ત્રીજા લગ્ન કરી લીધા. તેના ત્રીજા લગ્નને ચાર વર્ષ વીતી ગયા છે. હવે તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ યુવતીનું નામ રમશા છે. આ યુવતીએ ‘કંવલ સાથે વાતચીત’ નામના ફેસબુક પેજ પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

આ વીડિયોમાં યુવતીએ જણાવ્યું છે કે તેના જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. આ વીડિયોમાં ટેક્સ્ટ અને ફોટા પણ દેખાઈ રહ્યા છે. રમશા કહે છે “જ્યારે હું 22 વર્ષની હતી ત્યારે લગ્નના થોડા જ સમયમાં મારા છૂટાછેડા થઈ ગયા હતા. જીવન બરબાદ થઈ ગયું હોય તેવું લાગતું હતું. થોડા વર્ષો પછી મેં ફરીથી લગ્ન કર્યા અને અમેરિકામાં રહેવાનું શરૂ કર્યું. પરંતુ આ લગ્ન પણ સફળ ન થયા અને તે પણ તૂટી ગયા.”

વીડિયોમાં તેણે કહ્યું કે “તે પછી તે વિદેશમાં સાવ એકલી પડી ગઈ હતી. પછી એક મિત્રએ તેને મદદ કરી. તેની મદદથી છૂટાછેડાની પ્રક્રિયા અને દસ્તાવેજીકરણ પૂર્ણ થયું.” વીડિયોમાં રમશાનો તે મિત્ર પણ જોવા મળી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે, હું પાકિસ્તાન પરત ફરવા માંગતી ન હતી કારણ કે હું જાણતી હતી કે જ્યારે હું પરત જઇશ ત્યારે લોકો મને ટોણા મારશે. તેથી મેં એક મિત્ર સાથે અમેરિકા એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો પરંતુ મિત્રોએ ઘણી મદદ કરી.

રમશા એક વર્ષ પછી પાકિસ્તાન પરત ફરી. પરંતુ તેના સંબંધીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. તેઓ એરપોર્ટ પર ફુગ્ગા અને બેનરો લઈને ઉભા હતા. પરિવારના સભ્યોની મદદથી રમશા તેના બંને તૂટેલા સંબંધોને ભૂલી જવા લાગી. એક વર્ષ પછી રમશાનું જીવન ફરી બદલાઈ ગયું. તેના જીવનમાં એક વ્યક્તિ આવી. થોડા અઠવાડિયા પછી બંનેએ લગ્ન કરી લીધા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રમશા પોતે દુલ્હનના ડ્રેસમાં કાર ચલાવી રહી છે. તેમના લગ્નને ચાર વર્ષ વીતી ગયા છે અને દંપતીને બે બાળકો છે. તેની કહાની જાણીને લોકો ભાવુક થઈ ગયા અને તેની હિંમતની પ્રશંસા પણ કરી.

Niraj Patel