પાકિસ્તાની યુવતીને થઇ ગયો ભારતીય યુવક સાથે પ્રેમ, બંનેએ કરી લીધી સગાઈ….કેક પર લખ્યું “પ્રોજેક્ટ મિલાપ”- ટ્વિટ થઇ વાયરલ…જુઓ

ભારતીય યુવકને દિલ આપી બેઠી પાકિસ્તાની યુવતી, સગાઈ બાદ યુવતીની બહેને કહ્યું, “વાઘા બોર્ડર પર લગ્ન કરાવવાની ઈચ્છા છે…” જાણો સમગ્ર મામલો

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નથી નડતા અને પ્રેમ ક્યાં ? કેવી રીતે ? અને કોની સાથે થઇ જાય એ પણ કોઈ નથી જાણતું. સોશિયલ મીડિયામાં ઘણા લોકોની પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે જેમાં કેટલીક એવી કહાનીઓ પણ હોય છે જે હેરાન પણ કરી દેતી હોય છે. હાલ એવી જ એક કહાની સામે આવી છે. જેમાં પાકિસ્તાની યુવતીએ ભારતીય યુવક સાથે સગાઈ કરી લીધી છે.

પ્રતીકાત્મક તસવીર

આ સ્ટોરી સાથે જોડાયેલી એક ટ્વિટ પણ વાયરલ થઈ રહી છે. આ ટ્વિટ યુવતીની બહેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ટ્વીટ જોયા બાદ લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુવતીની બહેન મિશેલ નામની યુઝરે ટ્વિટર પર કેકની તસવીર શેર કરી છે. આ તસવીર પર તેણે લખ્યું કે મારી બહેને તેના ભારતીય બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. આ સાથે છોકરીની બહેને એક કેકની તસવીર પણ શેર કરી છે, જેના પર લખ્યું છે કે “પ્રોજેક્ટ મિલાપ શરૂ થઈ ગયો છે.” તેણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે તે આ મુદ્દે વધુ ચર્ચા કરવા માંગતી નથી.

મિશેલે બીજી ઘણી ટ્વિટ પણ શેર કરી છે. એક ટ્વિટમાં તેણે લખ્યું કે તે વાઘા બોર્ડર પર બંનેના લગ્ન કરાવવાનો પણ પ્રયાસ કરી રહી છે. મિશેલનો દાવો છે કે હું આ લગ્ન માટે ઘણા લોકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પછી ફોલોઅપ ટ્વિટમાં, તેણે લખ્યું કે જો કોઈ પ્રોજેક્ટ મિલાપ વિશે જાણવા માંગે છે, તો તેણે પોતે તેના વિશે શોધવું જોઈએ અને પોતાને થોડું શિક્ષિત કરવું જોઈએ.

(પ્રતીકાત્મક તસવીર)

જણાવી દઈએ કે વર્ષ 2004માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ મેં હૂં ના રિલીઝ થઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ઉજાગર કરતો પ્રોજેક્ટ મિલાપ બતાવવામાં આવ્યો હતો. આ અંગે પાકિસ્તાની યુવતીની બહેને ટ્વિટ કરીને તેમની સગાઈના સમાચાર આપ્યા છે, જે હવે વાયરલ થઈ રહ્યા છે.

19 ફેબ્રુઆરીએ શેર કરાયેલ આ ટ્વીટને લાખો લોકોએ જોઈ છે. આ ઉપરાંત 4 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. ઘણા લોકોએ આ કપલને અભિનંદન આપ્યા તો ઘણા લોકોએ આ લવ સ્ટોરીને ખૂબ જ ક્યૂટ ગણાવી. એક યુઝરે કહ્યું કે આ બધું દુનિયામાં થઈ રહ્યું છે, અહીં મારા માતા-પિતા જાતિની બહારના બોયફ્રેન્ડ માટે પણ તૈયાર નથી. એકે કહ્યું કે મારો કેસ પણ એવો જ છે.

Niraj Patel