ભારતીયોના દિલો પર હક જમાવી દીધો છે સોશિયલ મીડિયામાં વાયરલ બનેલી આ પાકિસ્તાની યુવતીએ, વીડિયો જોઈને લોકો બોલ્યા.. “ભાગલા શું કામ પડ્યા ?” જુઓ

પાકિસ્તાનની આ સુંદર યુવતીએ પોતાની અદાઓથી જીતી લીધા ભારતીયોના દિલ, વીડિયો જોઈને તમને પણ વિભાજનનું દુઃખ થશે… જુઓ

સોશિયલ મીડિયા એક એવું મંચ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. ત્યારે ઘણીવાર ઇન્ટરનેટ પર કેટલાક સુંદર ચેહરા પણ વાયરલ થતા હોય છે જેને જોઈને જ લોકો તેમના દીવાના બની જતા હોય છે. થોડા સમય પહેલા જ આયેશા નામની એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો, જે પાકિસ્તાનની હતી ત્યારે હવે વધુ એક પાકિસ્તાની સુંદરી ભારતના લોકોના દિલ જીતી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી આ પાકિસ્તાની યુવતીને જોઈને લોકો તેના વખાણ કર્યા વગર રહી નથી શકતા. પાકિસ્તાની વાયરલ ગર્લનું નામ અરીકા હક છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર સાડા ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. આ વીડિયો પોસ્ટ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ હવે તેની વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે પાકિસ્તાની યુવતીની આ સ્ટાઈલ ઈન્ટરનેટ પર પોતાની લોકોને દીવાના બનાવી રહી છે.

વીડિયોને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “Mi Amor.” આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક યુઝરે લખ્યું, “ભારત વાલે હાજરી મારો અપની.” અન્ય એક યુઝરે લખ્યું કે, “કાશ..ભાગલા ના પડ્યા હોત અને અમને હજુ પણ 1947નું દુ:ખ છે.”

 

View this post on Instagram

 

A post shared by Areeka Haq (@areeka__haq)

તો એક અન્ય વ્યક્તિએ લખ્યું કે, આ વીડિયો જોયા બાદ મને પાકિસ્તાન જવાનું મન થાય છે. સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ ઉગ્રતાથી આપી હતી. એક ભારતીય વ્યક્તિએ મજાકમાં લખ્યું, “પરીક્ષા આવી રહી છે અને તમે મારું ધ્યાન ભટકાવી રહ્યા છો.” આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel