લતા મંગેશકરના ગીતો પર પાકિસ્તાની લગ્નમાં નાચી આ યુવતી, જોઈને લોકોએ કહ્યું, “કદાચ આ ભાગલા ના પડ્યા હોતા તો…” વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

આ પાકિસ્તાની યુવતીની અદાઓ પર ફિદા થયા ભારતીય યુવાનો, લગ્નની અંદર ડાન્સ વીડિયો વાયરલ થતા જ મચી ગયો હૈયામાં હોબાળો, જુઓ

દિવંગત ગાયિકા લતા મંગેશકરના ચાહકો માત્ર ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલા છે. તેમના ગીતો અને ગીતોમાં તેમનો સુરીલો અવાજ સાંભળીને આજે પણ હૈયામાં રોમાંચ પ્રસરી ઉઠે છે. ત્યારે લતાજીના ગીતો પાકિસ્તાનમાં પણ એટલા જ સાંભળવામાં આવે છે અને ત્યાંના લોકો પણ તેને ખુબ જ પસંદ કરે છે, જેનું ઉદાહરણ આપતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ભલે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ જોવા મળતો હોય, પરંતુ સંગીત આ બંને દેશોના લોકોને જોડીને રાખે છે. ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક પાકિસ્તાની યુવતી લતા મંગેશકરના પ્રખ્યાત ગીત “મેરા દિલ યે પુકારે” પર ડાન્સ કરી રહી છે. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે ને લાખો પાકિસ્તાનીઓ સાથે ભારતીયોના દિલ પણ જીતી રહ્યો છે.

1954માં આવેલી ફિલ્મ “નાગિન”નું “મેરા દિલ યે પુકારે” ગીત ભારતમાં તો ખુબ જ હિટ રહ્યું હતું, પરંતુ પાકિસ્તાનમાં પણ આ ગીતને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ ફરીથી આ ગીત ટ્રેંડમાં આવી ગયું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક લગ્નમાં પાકિસ્તાની યુવતી લીલા રંગનો સૂટ પહેરીને ડાન્સ કરી રહી છે અને આ ગીતના શબ્દો પર પોતાના હોઠ પણ ફફડાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MANO (@oyee_ayesha)

આ વીડિયોને ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, વીડિયોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “હું પોતાની જાતને પ્રેમ કરું છું અને શું તમે જાણો છો કે હું બકવાસ નથી કરતી.. એટલે કોઈ ખોટી કોમેન્ટ ના કરશો” આ વીડિયોમાં તેનો ડાન્સ પણ ખુબ જ સુંદર છે. વીડિયોમાં મહેમાનો શાંતિથી બેઠા છે અને ડાન્સની મજા માણી રહ્યા છે. ત્યારે વાયરલ વીડિયો પર લોકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel