પાકિસ્તાની છોકરીએ પોતાની અદાથી ચોર્યુ ભારતીય છોકરાઓનું દિલ, આ 5 તસવીરોએ ઉડાવી ઊંઘ

આ પાકિસ્તાની છોકરીએ ભારતીય પરિધાનમાં તસવીરો શેર કરી લૂંટી લાઇમલાઇટ, જુઓ 5 તસવીરો

સોશિયલ મીડિયા પર ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીતથી પોપ્યુલર થયેલી પાકિસ્તાની છોકરી હવે ભારતની ફેવરેટ ઇન્ફ્લુએન્સરમાંની એક બની ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ બધા જ તેની એ રીલને અનેકવાર જોઇ ચૂક્યા છે. લતા મંગેશકરનું આ ગીત બધાની ઝુબાન પર વારંવાર આવી રહ્યુ છે. શું તમે જાણો છો આ પાકિસ્તાની યુવતી કોણ છે ?

પાકિસ્તાનની આયશા લતા મંગેશકરના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ પર ડાન્સ કરી ફેમસ થઈ ગઈ હતી.આ ડાન્સે સોશિયલ મીડિયા પર લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ વીડિયો એટલો વાયરલ થયો હતો કે એક ટ્રેન્ડ શરૂ થયો. લગ્નના માહોલમાં દરેક યુવતી આ ગીત પર આયશાની જેમ ડાન્સ કરવા માંગે છે.

ઘણા લોકોએ આયશાની નકલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આયશાએ એક લોકલ ચેનલને જણાવ્યું હતુ કે, ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોલોઅર્સનું પૂર આવી ગયુ હતુ.આયશા માત્ર 18 વર્ષની છે અને હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 658K ફોલોઅર્સ છે.

લતા મંગેશકરના 1954ના ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ પર તેનો ડાન્સ તેના મિત્રના રિસેપ્શનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આયશાની આ ક્લિપને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે. આયશાના ટિકટોક પર 175000થી વધુ ફોલોઅર્સ છે. આયશાએ 11 નવેમ્બરે પોતાના ડાન્સનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આયશાનો વીડિયો જોતજોતામાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. વાયરલ વીડિયોમાં આયશા કુર્તી અને પેન્ટમાં જોવા મળી રહી હતી. ખુલ્લા વાળ અને ગ્લોઈંગ મેકઅપમાં આયશાની સુંદરતા જોઈને લોકો પણ ફિદા થઇ ગયા હતા.

તે બાદ આયશાની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર સામે આવી છે, જેમાં તે ભારતીય પરિધાનમાં સજ્જ જોવા મળી રહી છે. તેણે સૂટ પહેર્યો છે અને હાથમાં બંગળી તેમજ ગળામાં સેટ પણ પહેર્યો છે. હાલમાં આયશાએ જે નવી તસવીરો શેર કરી છે, તેમાં તે મિડલ ફિંગર બતાવતી જોવા મળે છે. આને લઇને યુઝર્સ દ્વારા તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કહ્યુ કે, થોડો ફેમ શું મળી ગયો, આવી ગઇને ઓકાત પર. એક અન્ય યુઝરે કહ્યુ કે, હવે સમય આવી ગયો છે અનફોલો કરવાનો.

Shah Jina