કોણ છે પાકિસ્તાની ગર્લ ? જેના એક વીડિયોના કારણે તે રાતો રાત વાયરલ થઇ ગઈ, ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી છે કે જોઈને હોશ ઉડી જશે

રૂપ રૂપનો અંબાર છે ડાન્સ વીડિયો દ્વારા વાયરલ થયેલી પાકિસ્તાની ગર્લ, તસવીરો પરથી નજર હટાવવી બની જશે મુશ્કેલ, ભાગલા પડ્યાનું થશે તમને પણ દુઃખ, જુઓ

સોશિયલ મીડિયામાં કોઈપણ વ્યક્તિ રાતો રાત વાયરલ થઇ જતું હોય છે, તમે ઘણા લોકોને જોયા હશે જેમેણે પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયામાં શેર કર્યું અને તેમના વીડિયો રાતો રાત વાયરલ પણ થઇ ગયા હોય. ત્યારે હાલ એવી જ એક પાકિસ્તાની છોકરી પણ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહી છે.

પોતાના એક મિત્રના લગ્નની અંદર તેને લીલા રંગનો ડ્રેસ પહેરીને લતા મંગેશકરના ગીત પર એવો ડાન્સ કર્યો કે હવે તેનો વીડિયો પાકિસ્તાનમાં જ નહિ આખા ભારતમાં પણ વાયરલ થઇ ગયો અને ત્યારે લોકો પણ હવે એ જાણવા માંગે છે કે વાયરલ થઇ રહેલી આ પાકિસ્તાની યુવતી કોણ છે અને ક્યાં રહે છે.

તો તમને જણાવી દઈએ કે આ યુવતીનું નામ આયશા છે અને તે લાહોરની રહેવાસી છે. આયશા તેના સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી જોવા મળતી. તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફક્ત 15 જ પોસ્ટ શેર કરવામાં આવી છે. પરંતુ તેને જયારે તેના મિત્રના લગ્નમાં ડાન્સ કર્યો અને આ વીડિયો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો ત્યારે આ વીડિયો રાતો રાત વાયરલ થઇ ગયો.

તેના આ વીડિયોને અત્યાર સુધી 8 મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 1 મિલિયનથી વધારે લોકો લાઈક પણ કરી ચુક્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ધડાધડ વધી રહી છે. હાલ આયશાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ 11 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by AYESHA (@oyee_ayesha)

આયેશાના સોશિયા મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પર પણ તેના ઘન બધા વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ તેના ગ્રુપ ડાન્સનો પણ એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો, જેમાં તે તેના ગ્રુપ સાથે પણ ડાન્સ કરતી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આયશા લાહોરમાં મોડલ અને અભિનેત્રી બનવા માંગે છે.

Niraj Patel