ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે પાકિસ્તાની ફેને જોશમાં આવી વેચી દીધુ ટ્રેક્ટર, હવે નથી રોકાઇ રહ્યા આંસુ

ટ્રેક્ટર વેચી મેચ જોવા પહોંચ્યો હતો પાકિસ્તાની ફેન, બાબરની ટીમે આપ્યો ઊંડો ઘા, જાણો ભારત માટે શું કહ્યુ…

સમગ્ર વિશ્વની નજર ભારત અને પાકિસ્તાનની મેચ પર ટકેલી હતી, જે 9 જૂને રમાઇ. ક્રિકેટના મેદાનમાં આ બંને ટીમો વચ્ચેની ટક્કર જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કનું નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આ હાઈવોલ્ટેજ મેચનું સાક્ષી બન્યું હતું. અહીં વિશ્વના ખૂણે ખૂણેથી ચાહકો મેચની મજા માણવા આવ્યા હતા.

એક ચાહક તો એવો હતો જે પૈસાના અભાવે પોતાનું ટ્રેક્ટર વેચીને મેચ જોવા આવ્યો હતો. જો કે પાકિસ્તાનની હારથી તે નિરાશ થઇ ગયો. મેચ બાદ એએનઆઇ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પાકિસ્તાની ફેને કહ્યું, ‘મેં આ મેચ જોવા માટે મારું ટ્રેક્ટર વેચી દીધું. જેથી મને 2.5 લાખ રૂપિયાની ટિકિટ મળી શકે. જ્યારે મેં ભારતનું લક્ષ્ય જોયું તો મને લાગ્યું કે અમે આ મેચ સરળતાથી જીતી જઈશું. આ મેચ સંપૂર્ણપણે અમારા હાથમાં હતી. જો કે બાબર આઝમના આઉટ થયા બાદ અમે આ મેચ હારી ગયા હતા.

આ હારથી પાકિસ્તાની ચાહકો ખૂબ જ નિરાશ છે. હું ભારતની જીત પર અભિનંદન આપું છું. જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં ટોસ જીત્યા બાદ બાબર આઝમે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય સાચો પણ સાબિત થયો. પાક બોલરોએ ભારતીય ટીમને 19 ઓવરમાં માત્ર 119 રનમાં આઉટ કરી દીધી. જો કે, બેટ્સમેનો બેટિંગ દરમિયાન અજાયબી કરી શક્યા નહિ અને નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા. પાક ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina