જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હત્યા બાદ પાકિસ્તાન દ્વારા લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો જડબાતોબ જવાબ ભારતીય સુરક્ષાબળો દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીમાં જવાનોને મોટી સફળતા હાંસિલ કરી છે.

અહમદ ખાન. આ એજ નામ છે જેને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને પકડવામાં અહમ ભૂમિકા ભજવી હતી. ભારતે તેનો બદલો લઇ લીધો છે. અહમદ ખાન પાકિસ્તાન રેખામાંથી ઘૂસણખોરી કરતી વખતે ભારતીય જવાનોએ તેને ઠાર માર્યો છે.

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટે એલઓસીના નેકલ સેન્ટરમાંથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતાભારતીય સેનાએ દ્વારા તેને ઠાર માર્યા હતો. પાકિસ્તાન મીડિયાએ પણ આ વાતને પુષ્ટિ કરી હતી. પરંતુ બીજી તરફ આ મામલે પાકિસ્તાન આર્મી તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું, સાથે જ કોઈ તસ્વીર પણ સામે નથી આવી.

જો સમગ્ર ઘટના વિષે જાણીએ તો આ વર્ષ 27 ફેબ્રુઆરીમાં બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની વિમાન F-16 ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતું હતું. ત્યારે ભારતે તેને તોડી પાડ્યું હતું. આ જડબાતોબ જવાબમાં ભારતનું મિગ 21 ફાઈટર પ્લેન પણ તૂટી પોડ્યુ હતું. આ પ્લેનને વોર્નગ કમાન્ડર અભિનંદન ચાલવી રહ્યા હતા, વિમાનમાંથી નીકળીને તે પાકિસ્તાનમાં જઈને પડ્યા હતા. જ્યાં અભિનંદનને સખ્ત રીતે હેરાન કરવામાં આવ્યા હતા. બાદમ ભારતે પાકિસ્તાન પર સખત રીતે દબાણ કરતા અભિનંદનને 1 માર્ચના દિવસે ભારતને સોંપવામાં આવ્યો હતો.

એક જાણકારી મુજબ અહમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલલનવાલા સેકટરોમાં ઘૂસણખોરી કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મ્દના આંતકીઓને ભારતીય સીમામાં પ્રવેશ કરાવી કાશ્મીરમાં આંતકી હુમલાના કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks