આ પાકિસ્તાની યુવતીનું દિલ આવી ગયું ભારતીય યુવતી ઉપર, અમેરિકામાં આ લેસ્બિયન જોડીએ કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

ભારતમાં હવે સમલૈંગિક સંબંધોને માન્યતા મળી ગઈ છે, જેના બાદ હવે આવી જોડીએ લગ્નના બંધનમાં પણ બંધાઇ રહી છે. પરંતુ હજુ પણ સમાજમાં એવા ઘણા લોકો છે જે કાયકાદીય મંજૂરી મળી ગઈ હોવા છતાં પણ આવા લગ્ન અને આવા સંબંધોનો સ્વીકાર કરવામાં ખચકાય છે. તેમના લગ્નની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જાય છે અને ઘણા લોકો તેમને ટ્રોલ પણ કરતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક લેસ્બિયન ગર્લના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. મૂળ ભારતની બિઆંકા માઈલી અને પાકિસ્તાનની સાઈમા અહમદીની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા બિયાનકાએ સાયમા સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો, જેના પછી લોકો તેમને અદ્ભુત કપલ ​​કહેવા લાગ્યા હતા.

બિયાનકાએ 2019માં તેની સમલૈંગિક પાર્ટનર સાયમા અહમદી સાથે યુએસમાં લગ્ન કર્યા હતા. બિઆન્કા મિલી ક્રિશ્ચિયન છે, જ્યારે તેની પાર્ટનર સાયમા મુસ્લિમ છે. બિઆન્કા કોલમ્બિયન-ભારતીય છે. અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન તેની મુલાકાત સાયમા સાથે થઈ હતી. વર્ષ 2014 માં પ્રથમ મુલાકાત પછી, બિઆંકા અને સાયમા લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ વર્ષ 2019માં બંનેએ કેલિફોર્નિયામાં લગ્ન કરી લીધા.

બિયાંકા અને સાયમાના લગ્ન સમારોહના ફોટા વાયરલ થયા હતા. બંનેના ડ્રેસના પણ ખૂબ વખાણ થયા હતા. લગ્ન દરમિયાન બિયાંકા હાથીદાંતી રંગની સાડીમાં જોવા મળી હતી, તેણીએ માંગ ટીકા, સોનાની બંગડીઓ અને ચૂડલા પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે, સાયમાએ આ ખાસ અવસર પર બ્લેક શેરવાની પહેરી હતી.

લગ્નના દિવસે જાનૈયાઓ પણ આવ્યા હતા. જ્યાં બંને પક્ષના પરિવારો મળ્યા હતા અને ગાતા અને નાચતા જોવા મળ્યા હતા. અંતે, બિયાંકા અને સાયમાએ એકબીજાને રિંગ આપી અને બંનેએ સત્તાવાર રીતે લગ્ન કરી લીધા. અગાઉ મહેંદી વખતે પણ કપલ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યું હતું. બિયાનકાએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. તે જ સમયે સાયમા કુર્તા પાયજામામાં જોવા મળી હતી.

બિયાંકા અને સાયમા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગયા છે. તેમની તસવીરો પર હજારો લોકો કોમેન્ટ અને લાઈક કરે છે. એક વ્યક્તિએ તેમની લવ સ્ટોરી પર લખ્યું “અંતે પ્રેમની જીત થાય છે.” અન્ય વ્યક્તિએ કહ્યું “પ્રેમના કોઈ સીમાડા નથી હોતા !” આ ઉપરાંત પણ ઘણા લોકો આ કપલની પ્રસંશા કરતા જોવા મળ્યા.

Niraj Patel