મનોરંજન

આર્ટિકલ 370 પર ટ્વીટ કરીને ફસાઈ ગઈ પાકિસ્તાની અભિનેત્રી, લોકોએ લીધી ઊધડી- જાણો વિગત

જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, અને જમ્મુ કાશ્મીરના બે ભાગ કરવાનો અને બંને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે એવું જાહેર થયું છે,

 

View this post on Instagram

 

My closet helping me out with promotions 💅

A post shared by Mahira Khan (@mahirahkhan) on

ત્યારથી જ દેશની જનતાની સાથે જ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર આ વાતની ખુશી વ્યક્ત કરી રહયા છે. ત્યારે પાકિસ્તાની કલાકારોએ પણ સોશિયલ મીડિયામાં આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

 

View this post on Instagram

 

@maisonyeya 💅💞 #lorealcannes #cannes2018 #lorealpkatcannes #lorealparis

A post shared by Mahira Khan (@mahirahkhan) on

પાકિસ્તાની અભિનેત્રી માહિર ખાને પણ આ મુદ્દે ટ્વીટર પણ લખ્યું કે તે કાશ્મીર સાથે છે. તેને પોસ્ટ કરીને તરત જ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે તેને આડે હાથે લેવાનું શરુ કરી દીધું છે.

 

View this post on Instagram

 

Dhoop chaaon ka aalam raha.. 💛

A post shared by Mahira Khan (@mahirahkhan) on

માહિરાએ ટ્વીટ કરીને લખ્યું હતું, ‘શું આપણને જે વસ્તુ નથી જોવી એને હંમેશા માટે નષ્ટ કરી દઈએ છીએ? આ માત્ર રેતી પર બનાવેલી રેખાની વાત નથી, આ નિર્દોષ લોકોના મૃત્યુ વિશે છે. જન્નત બળી રહ્યું છે અને અમે આંસુ વહાવી રહયા છીએ. હું કાશ્મીર સાથે છું.’

તેની આ ટ્વીટ બાદ તરત જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. કેટલાક યુઝર્સનું કહેવું હતું કે ભારતથી આમની રોઝી-રોટી ચાલે છે એટલે એ આવું બોલી રહી છે તો એક યુઝરે લખ્યું કે ઘણી કૂટનીતિ ભરેલી પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

Iiisssmilleee pliss 🙂 @blumarine 🍬 @lorealhair @lorealmakeup #lorealpkatcannes #lorealparis #lorealcannes #cannes2018

A post shared by Mahira Khan (@mahirahkhan) on

ઘણા લોકોએ લખ્યું કે કાશ્મીર એમના હાથમાંથી નીકળી ગયું છે એટલે દુઃખ મનાવી રહી છે.

એક યુઝર્સે માહિરા ખાનને ટ્વીટ કરીને સવાલ પૂછ્યો કે તમે કેમ ડરી રહયા છો. ત્યારે એક યુઝરે લખ્યું કે હનુમાન ચાલીશા વાંચો બધો જ ડર ભાગી જશે. એક યુઝરે લખ્યું કે માહિરા પહેલા તમે પોતાની રોટી પર ધ્યાન આપો પછી આ નિર્ણય પર પ્રતિક્રિયા આપજો.

જણાવી દઈએ કે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને શાહરુખ ખાનની ફિલ્મ રઈસમાં શાહરુખ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2017માં આવી હતી.

 

View this post on Instagram

 

🦁🤘🏼 #everythingthelighttouches

A post shared by Mahira Khan (@mahirahkhan) on