મનોરંજન

OMG પાકિસ્તાની અભિનેત્રી સાથે આ શું કરી રહ્યો છે પ્રિયંકા ચોપરાનો પતિ નિક? જાણો વિગત

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરાને જ્યારે ભારતીય સૈન્યની પ્રશંસા કરતા એક પોસ્ટ લખી હતી, ત્યારે પાકિસ્તાની અભિનેત્રી મેહવિશ હયાતે પ્રિયંકા ચોપરાને ટ્રોલ કરી હતી. મેહવિશ હયાતે પ્રિયંકા ચોપરાને યુનિસેફમાંથી ગુડવિલ એમ્બેસેડરના પદથી હટાવવાની માંગ કરી હતી. પરંતુ હવે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ અને મેહવિશની એક તસ્વીર વાયરલ થઈ ગઈ છે.

મેહવિશે જાતે ખુલાસો કર્યો છે કે તે પ્રિયંકાના પતિ નિક જોનાસની મોટી ચાહક છે. મેહવિશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિક સાથેનો ફોટો શેર કર્યો છે. આ ફોટો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. હવે લોકો આ ફોટો પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. કોઈ પ્રિયંકાને તેના પતિને સાચવવાની વાત કરી રહ્યું છે, તો કોઈ નિકને સમજાવવાની કોશિશ કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

Sunsets, sunrises, livin’ the dream watchin’ the leaves, changing the seasons 🍃 #MehwishHayat #usa🇺🇸

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

તાજેતરમાં જ મેહવિશ યુએસ ઓપનની મેચ જોવા પહોંચી હતી. અહીં તેણે નિકને જોયો અને તે તેને મળવા દોડી ગઈ. મેહવિશના જણાવ્યા મુજબ તે નિકને જોઈને એટલી ઉત્સાહિત થઈ ગઈ હતી કે તે ભાગીને તેને મળવા ગઈ હતી. ફોટો શેર કરતી વખતે મેહવિશે કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘વિચારો, ન્યૂયોર્કમાં યુએસ ઓપન મેન્સ સેમિફાઈનલમાં હું કોને મળવા ભાગી. એક વાત પર અમે બંને જ સહમત થઈશું કે અમે બંને રાફેલ નડાલ માટે ચીયર કરી રહયા હતા.’

 

View this post on Instagram

 

Celebrating @villaone tonight in Montauk! #LifeAsItShouldBe

A post shared by Nick Jonas (@nickjonas) on

યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા મેહવિશ હયાતે બોલિવૂડના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને નિશાન બનાવતા મેહવિશ હયાતે પ્રિયંકા ચોપરા પર પણ નિશાન સાધ્યું હતું. મહેવિશે કહ્યું કે પ્રિયંકા ચોપરા સેલિબ્રિટી અને યુનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. તે દરમિયાન તેણે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પ્રિયંકાની ટીકા કરી હતી. આવી સ્થિતિમાં હવે પ્રિયંકાના પતિ સાથે ફોટો શેર કરવા બદલ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks