મનોરંજન

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે ભારતીય સેના પર ભદ્દી કમેન્ટ કરતાં લોકોએ આડે હાથ લીધી, જાણો મામલો

ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનુમતિ આપી દીધી છે, ત્યારે આ મુદ્દો ખૂબ જ ગરમાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને ચાની કીટલી પર અને નાનાથી લઈને મોટા માણસો પણ આ મુદ્દે ચર્ચાઓ કરી રહયા છે. ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે અને લદાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

આ મુદ્દે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, ‘કાશ્મીરની સમસ્યાનું સમાધાન શરુ.’ ત્યારે હવે આ ટ્વીટ પર પાકિસ્તાની અભિનેત્રી વીના મલિકે રીટ્વીટ કરીને લખ્યું, ‘ઈન્શાઅલ્લાહ.’ આ પછી વીના મલિકે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક પછી એક ટ્વીટ કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે આર્ટિકલ 370 હટાવવાને લઈને ખૂબ જ હતાશ છે.

આ સિવાય તેને કાશ્મીરમાં ભારતીય સેનાને લઈને પણ ટ્વીટ કરતા લખ્યું, ‘ભારતીય સેનાએ એવા અત્યાચારોનો સહારો લઈને કાશ્મીરીઓને તેમના આત્મમનિર્ણયના અધિકારથી રોકી ન શકે, સ્વતંત્રતા કાશ્મીરી લોકોની મૌલિક અધિકાર છે અને કોઈ પણ બળપ્રયોગથી તેમના મૂળ અધિકારોથી વંચિત ન કરી શકે.’ આ ટ્વીટને લઈને વીનાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

આ પછી તેને એક બીજી ટ્વીટ કરી હતી, જેમાં તેને લખ્યું હતું, ‘કાશ્મીરમાં ભારતીય ક્રૂરતા માટે.’ આ સાથે જ વીણાએ કેટલાક હૅશટેગ્સ વાપર્યા આ. આ ટ્વીટ માટે વીણાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે. એકે ટ્રોલરે લખ્યું – જે થાળીમાં ખાય છે એમાં જ છેદ કરે છે. ત્યારે બીજા યુઝરે લખ્યું ‘તેલ મસાજના કેટલા લે છે?’

એક યુઝરે લખ્યું છે ટામેટા ખાવાની ઓકાત નથી અને ચાલી છે લડાકુ વિમાન ઉડાડવા… તો બીજી ઘણી કોમેંટ્સ કરીને પણ ભારતીય ટ્રોલર્સે તેને જોરદાર ટ્રોલ કરી છે. નોંધનીય છે કે વીના મલિક ભારતીય શો બિગ બોસમાં જોવા મળી હતી, જે બાદ તેના અને અશ્મિત પટેલના અફેરની ચર્ચાઓ પણ ચાલી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks