મનોરંજન

બૉલીવુડ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની પાકિસ્તાની અભિનેત્રીને લોકોએ ખરી ખોટી સંભળાવી, કાશ્મીર મુદ્દે કહ્યું આવું

ભારત સરકારે આર્ટિકલ 370 ખતમ કર્યો છે ત્યારથી જ આખા વિશ્વમાં આ વિષય પર ચર્ચાઓ થઇ રહી છે.

 

View this post on Instagram

 

All red. Everything 💋 #OppoPakistan #OppoF9

A post shared by MAWRA 🏆 (@mawrellous) on

ત્યારે ભારતના આ નિર્ણયને કારણે પાકિસ્તાનમાં પણ ખલબલી મચી ગઈ છે. પાકિસ્તાની મનોરંજન જગતની ઘણી હસ્તીઓ પણ આ વિષય પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે.

ત્યારે પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેને પણ કાશ્મીર મુદ્દે ગુસ્સો વ્યક્ત કરતા પૂછ્યું છે કે હવે હ્યુમન રાઇટ્સ ક્યાં ગયું? માવરાએ એક પછી એક ટ્વીટ કરીને ભારત સરકારના નિર્ણયને માનવતાની વિરુદ્ધ કહ્યો છે.

 

View this post on Instagram

 

Taare gin gin din ko raat Raat ko din kr rahi hun🌹 #lastnight ✨ 📸: @hchoudaryy

A post shared by MAWRA 🏆 (@mawrellous) on

માવરાએ ટ્વીટ કરીને લખ્યું – આજે રાતે હું ઊંઘી નહીં શકું. આપણે આ દુનિયાને શું બનાવી રહયા છીએ? આપણે શા માટે એક-બીજાને મારી રહયા છીએ? આપણને શું જોઈએ છે? શું માનવતા માટે આટલો પાવર જરૂરી છે? ઈશ્વર આપણી મદદ કરે.

અન્ય એક ટ્વીટમાં માવરાએ લખ્યું – UNHRC ક્યાં છે? કાશ્મીરમાં જે થઇ રહ્યું છે, એ માનવતા વિરુદ્ધ છે. શું આપણે આટલા અંધકારના સમયમાં જીવી રહયા છીએ? માનવ જીવનને બચાવવા માટે પુસ્તકોમાં જે કાયદા-કાનૂન આપણને જણાવવામાં આવ્યા એનું શું? શું એનો કોઈ અર્થ છે? લોકોને જીવવા દો.

આ ટ્વીટ પછી માવરા હોકેન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.

માવરાના ટ્વીટ પર ઘણા ભારતીય યુઝર્સે રિએક્ટ કર્યું છે. કોઈએ પૂછ્યું કે શું એને બોલિવૂડમાં કામ નથી કરવું, તો કોઈએ કહ્યું કે તમે ચિંતા ન કરો. કાશ્મીરની ચિંતા કરવા માટે 1.3 બિલિયન ભારતીય છે.
એક વ્યક્તિએ લખ્યું – કાશ્મીર ભારત સાથે સુરક્ષિત છે. ભારતમાં એનું ભવિષ્ય છે. અલ્લાહ મારા કાશ્મીરી ભાઈઓના બાકીના કામ કરશે! બીજા એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું – ઓકતા બતાવી દીધી એટલે જ તમને એન્ટ્રી નથી આપતા. ત્યારે એક બીજા યુઝરે લખ્યું – જોક ઓફ ધ ડે.

માવરા સિવાય પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પણ આ મુદ્દે પોતાની વાત કહી હતી અને એ પણ ટ્રોલ થઇ હતી. જણાવી દઈએ કે માવરાએ સનમ તેરી કસમ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પણ એ પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ આવ્યા બાદ માવરા બોલિવૂડ આવી શકી નહીં.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks