ખબર ફિલ્મી દુનિયા

આર્ટિકલ 370 હટવાથી ડરી ગઈ શાહરુખની આ પાકિસ્તાની હિરોઈન, કહ્યું જન્નત સળગે અને અમારી આંખો…

સોમવારે ગૃહ મંત્રી અમિત શાહે આર્ટિકલ 370ને ખતમ કરવાનો વિશેષાધિકાર પૂર્ણ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો હતો. અમિત શાહની ઘોષણા બાદ સોશિયલ મીડિયામાં ભારત સહીત પાકિસ્તાનના સેલેબ્સ પણ રિએક્ટ કરવા લાગ્યા હતા. જેમાં શાહરુખ ખાન સાથે રઈસમાં કામ કરનારી માહિરા ખાન પણ સામેલ હતી.

 

View this post on Instagram

 

Dhoop chaaon ka aalam raha.. 💛

A post shared by Mahira Khan (@mahirahkhan) on


રઈસ ફિલ્મની મુખ્ય અભિનેત્રી અને પાકિસ્તાની કલાકાર માહિરા ખાને ધારા 370 અને આર્ટિકલ 35A પર વિવાદિત ટ્વીટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું.

માહિરાએ કાશ્મીરમાં થઇ રહેલી હલચલને ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી હતી. માહિરાએ લખ્યું હતું કે, જેના પર આપણે ચર્ચા કરવા નથી માંગતા તેના પર જ અમને બહુ જ આસાનીથી ખામોશ કરવામાં આવ્યા છે. આ રેતી પર લકીર ખેંચવા જેવું છે. આ રીતે જે માસુમ લોકો છે તેનું જીવન ખતમ થઇ જશે. સ્વર્ગ સળગી રહ્યું છે અને અમે ચુપચાપ રડી રહ્યા છે.

માહિરાએ સોશિયલ મીડિયામાં પર લખેલી એક પોસ્ટ પર રીટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, જે લોકો કાશ્મીરમાં જેલ બનાવવા માટે મક્કમ છે, અને ખુશી મનાવે છે, તેઓએ થોભી જવું જોઈએ, અને દિલમાં જઈને એકવાર જોવું જોઈએ. આ કરીને કાશ્મીરમાં પરેશાન થઇ રહેલા લોકો માટે સહાનુભૂતિ મહેસુસ થશે. કાશ્મીર ફરી એક વાર ખુલ્લી જેલ જેવું થઇ ગયું છે.

માહિરાના આ ટ્વીટ બાદ ભારતમાં લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. ભારતના લોકોએ માહિરાને સલાહ આપી હતી કે કાશ્મીરને અમારા ઉપર છોડી દો. આપ બસ પાકિસ્તાનનું જુઓ.


માહિરા ખાનનું આ નિવેદન જણાવે છે કે, તે કાશ્મીર વિશે શું વિચારે છે. માહિરા ખાનને રણબીર કપૂર સાથે સ્પોટ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks