ખબર

આ વ્યક્તિએ એવું ડરામણું માસ્ક પહેર્યું કે અધિકારીઓની નજરમાં આવતા જ લઇ ગઈ સીધી જેલમાં

કોરોનાના કપરા કાળની અંદર માસ્ક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો, ત્યારે માસ્કની અંદર પણ અલગ અલગ વેરાયટી જોવા મળી, જેને લોકો પહેરવા પણ લાગ્યા, પરંતુ પાકિસ્તાનમાં એક વ્યક્તિએ એવું ડરામણું માસ્ક પહેર્યું કે સાહેબોની નજરમાં આવતા જ તેને જેલમાં લઇ જવામાં આવ્યો હતો.પાકિસ્તાનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરના રોજ પાર્ટી કરી રહેલા લોકો એટલા માટે ડરી ગયા હતા કે તેમને એક વુલ્ફમાસ્ક લગાવેલા વ્યક્તિને બજારની અંદર ફરતો જોઈ લીધો હતો. તેના આ ડરામણા માસ્કને જોઈને લોકો ભ્રમિત થઇ ગયા. આ માસ્કમેનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ વ્યક્તિ રસ્તા ઉપર આવતા લોકોને ડરાવી ધમકાવી રહ્યો હતો, જેના બાદ કોઈએ તેની ફરિયાદ કરતા તેની પકડી લીધો હતો. અપરાધી વિરુદ્ધ ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે.આ પેશાવરનો રહેવાસી છે. જે પેશાવરના મોતી મોહલ્લામાં રહેતો અસદ ખાન છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે “તે વ્યક્તિ કથિત રૂપે પોતાની મોટરસાઇકલ ચલાવતા સમયે માસ્ક લગાવીને એવા આવાજ કાઢતો હતો જેનાથી લોકો ડરી રહ્યા હતા.” તો પોતાની ધરપકડ બાદ તેનું કહેવું છે કે તેનો ઈરાદો લોકોને ડરાવવાનો નહોતો, તેને સરકારના વાયરસ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ અનુરૂપ જ આ માસ્ક પહેર્યું હતું.

Image Source