કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવવાના વિરોધમાં પાકિસ્તાનને ભારત સાથેના બધા જ વેપારી સંબંધો તોડવું હવે ભારે પડી રહ્યું છે. પહેલાથી પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને મોંઘવારી આસમાને છે ત્યારે હવે ઈદ પહેલા પાકિસ્તાનમાં શાકભાજીના વધેલા ભાવે તહેવારની મજા મારી નાખી છે. ભારત સાથેના બધા જ સંબંધો તોડયા બાદ હવે પાકિસ્તાનના બજારમાં રોજિંદા જીવનની સામગ્રીના ભાવોમાં આગ લાગેલી છે. અને એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે લોકો ઈદની ખરીદી પણ કરી શકતા નથી, જેથી લોકોની સમસ્યાઓ હજુ વધી ગઈ છે.

બકરી ઈદના પ્રસંગે સૌથી વધુ વપરાતી ડુંગળી, આદુ, લસણ અને ટામેટા જેવી વસ્તુઓના ભાવ આસમાને છે. તહેવાર નિમિતે ડુંગળીનો ભાવ ૬૦-70 રૂપિયે કિલો થઇ ગયો છે, જે કેટલાક દિવસો પહેલા ૪૦-૫૦ રૂપિયા કિલો હતા. ૫૦ રૂપિયા કિલો વેચાતા ટામેટા પણ અત્યારે ૬૦-૮૦ રૂપિયા કિલો વેચાઈ રહયા છે. થોડા દિવસ પહેલા ૩૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા આદુની કિંમત પણ ૪૦૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. જયારે લસણ પણ ૨૮૦ રૂપિયાના બદલે ૩૨૦ રૂપિયા કિલો વેચાય છે. લીલા મરચાનો ભાવ પણ ૫૦-૬૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૦-૧૦૦ રૂપિયે કિલો થઇ ગયો છે. આ સિવાય બીજા શાકભાજીના ભાવ પણ વધીને આસમાને પહોંચી ગયા છે, જેને લીધો લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

બ્રેડ પણ હવે મોંઘી થઇ ગઈ છે. નાનું બ્રેડનું પેકેટ ૩૫ રૂપિયે, મીડીયમ સાઈઝનું બ્રેડનું પેકેટ ૫૬ રૂપિયે અને બ્રેડનું મોટું પેકેટ ૧૦૦ રૂપિયાનું થઇ ગયું છે. જયારે ખાંડની કિંમત પણ ૭૨ રૂપિયા પ્રતિ કિલો થઇ ગઈ છે. સાથે જ દૂધના ભાવ પણ વધીને ૧૦૦ને પાર કરી ચુક્યા છે.
પાકિસ્તાનમાં સોનાનો ભાવ પણ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ભારત કરતા સોનાની કિંમત પાકિસ્તાનમાં બેગણી થઇ ગઈ છે. ગયા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં ૧૭૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ તો પહેલેથી જ આસમાને છે.

ભારત સાથેના વેપારને અટ્કાવવાથી પાકિસ્તાને હજુ વધારે નુકશાન ઉઠાવવું પડશે, કારણ કે દ્વિપક્ષીય વેપારમાં ૮૦ ટકા માલ ભારતથી પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનથી માત્ર ૨૦ ટકા જ માલ ભારત આવે છે. એટલે વેપાર અટકાવવાથી ભારતને કોઈ ખાસ ફરક નહિ પડે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks