લો બોલો…પરીક્ષાની જવાબવહીમાં આ વિદ્યાર્થીએ લખી નાખી એવી વાત કે હવે વીડિયો થઇ ગયો વાયરલ, શિક્ષક પણ રહી ગયા હેરાન

ભારતમાં જ નહિ પાકિસ્તાનમાં પણ વિદ્યાર્થીઓ પોતાની જવાબવહીમાં લખે છે એવી એવી વાતો કે જોઈને તમે પણ માથું પકડી લેશો, વાયરલ થયો વીડિયો

Funny Answer Sheet : વિદ્યાર્થીઓ આખું વર્ષ અભ્યાસ કરતા હોય છે અને તનતોડ મહેનત કરીને સારા માર્ક્સ લાવવાની ઈચ્છા પણ રાખતા હોય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને અભ્યાસમાં ધ્યાન નથી આપ્યું હોતું અને જયારે પરીક્ષામાં પ્રશ્ન પુછાય ત્યારે જવાબમાં એવા ફની જવાબ લખતા હોય છે કે ચેક કરનારને પણ ચક્કર આવી જાય. આવી ઘણી ઘટનાઓની તસવીરો અને વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે.

આવું ફક્ત આપણા દેશમાં જ નહિ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ બની રહ્યું છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિદ્યાર્થીએ ભૌતિકશાસ્ત્રના પેપરમાં એવી વાતો લખી કે વાંચીને શિક્ષકે માથું પકડી લીધું. આ આન્સરશીટ જોઈને લોકો કહી રહ્યા છે કે જ્યારે બાળક પુસ્તકોને બદલે ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોતું રહે છે ત્યારે આવું થાય છે.

આ વીડિયો લગભગ દોઢ મિનિટનો છે જેમાં એક શિક્ષક કહે છે કે હું ફર્સ્ટ યર ફિઝિક્સ, કરાચી બોર્ડ (પાકિસ્તાન)ની કોપી ચેક કરી રહ્યો છું. બાળક સમજે છે કે જે મૂલ્યાંકન કરી રહ્યો છે તે અંધ છે… માત્ર નકલ તપાસશે અને નંબર આપશે. તે આગળ કહે છે કે તમે આ નકલને ધ્યાનથી જુઓ. તમે જોશો કે આ નકલમાં ગીત લખાયેલું છે. પહેલા તેણે લખ્યું છે “બહુ જ ખતરનાક પેપર આપ્યું  છે, ભાઈલોગ! છે… કસમ સે દિલ દુખતા હે મેરી જાન મેને તુજે દેખા, હસતે હુએ ગાલો પે..” એટલું જ નહીં, વિદ્યાર્થીએ મ્યુઝિકની ધૂનની પણ નકલ કરી.

આ વીડિયો ગાયક અલી ઝફરે 27 ડિસેમ્બરે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેણે ઉર્દૂમાં કેપ્શન લખ્યું “મને આ વાયરલ વીડિયો વોટ્સએપ પર મળ્યો છે. હું મારા વિદ્યાર્થીઓને મારા ગીતોમાં ભૌતિકશાસ્ત્ર ન જોવાની વિનંતી કરું છું. આ ગીતના શબ્દો ભલે ભૌતિકશાસ્ત્ર સાથે જોડાયેલા હોય, પરંતુ ભણતી વખતે માત્ર અભ્યાસ પર ધ્યાન આપો અને શિક્ષકોનું સન્માન કરો. આ  વીડિયોને અત્યાર  સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel