એક ટ્વીટ અને પાકિસ્તાનના PMની થઇ ફજીહત…ભારત-પાકિસ્તાન મેચ બાદ શાહબાઝ શરીફની ઉડી રહી છે મજાક- જાણો શું કર્યુ હતુ ટ્વીટ

T-20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ સમયે, ક્રિકેટ જોનારાઓની નજર એક-એક બોલ પર ટકેલી હતી, કારણ કે મેચ ખૂબ જ રોમાંચક અને સ્પર્ધાત્મક હતી. એક ક્ષણ માટે તો એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી જશે, પરંતુ મેચ સરળતાથી પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગઈ. ભારતીય ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને જીત અપાવી.

આ મેચ બાદ પાકિસ્તાનની ટીમની સાથે વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ શરમ અનુભવી રહ્યા છે. તેમની એક ટ્વિટ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. વાસ્તવમાં, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે મેચ દરમિયાન X પર એક પોસ્ટ કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. શાહબાઝ શરીફે લખ્યું, આજે ન્યૂયોર્કમાં ભારત વિરુદ્ધ ટીમ પાકિસ્તાનની શાનદાર બોલિંગ જોઈ. મને ખાતરી છે કે ટૂર્નામેન્ટમાં ક્રિકેટની શાનદાર રમત જોવા મળશે.

આપણા દેશના છોકરાઓ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લેશે. ત્યારે ભારતની જીત બાદ હવે પાકિસ્તાન પીએમની આ ટ્વિટને લઇને ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી હતી. એવું નથી કે આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનને શરમનો સામનો કરવો પડી રહ્યો છે, આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.

Shah Jina