ખબર

ઈદ પહેલા પાકિસ્તાનમાં કોહરામ, આ વીડિયોમાં જુઓ, કેટલી ભયંકર છે આ વિમાન દુર્ઘટના

શુક્રવારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) નું એક પેસેન્જર વિમાન પાકિસ્તાનના જિન્નાહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક આવેલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત નીપજ્યાં છે. વિમાનમાં 107 લોકો સવાર હતા. વિમાન PK-8303 લાહોરથી આવી રહ્યું હતું અને કરાચીમાં ઉતરવાનું હતું ત્યારે એક મિનિટ પહેલા મોડેલ કોલોની નજીક આવેલા જિન્ના ગાર્ડન્સમાં દુર્ઘટનાગ્રસ્ત થયું.

વિમાન ક્રેશ થતા પહેલા તેના પાયલોટે કંટ્રોલ રૂમમાં તેના છેલ્લા કોલ પર, ખતરા વિશે જણાવી દીધું હતું. પાયલોટે સૂચિત કર્યું હતું કે વિમાનના લેન્ડિંગ ગિઅરમાં કંઇક ગડબડ છે અને તે પછી વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું હતું.

હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ વિમાનના ક્રેશ થતા પહેલાની ક્ષણો દેખાઈ રહી છે. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા મુજબ, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે મૃત્યુ પામેલા લોકોમાં બધા વિમાનના મુસાફરો જ હતા કે વિમાન ક્રેશ થયું હતું તે રહેણાંક વિસ્તારના લોકો પણ છે.

આ વિમાન જિન્ના ગાર્ડન વિસ્તારની મોડેલ કોલોનીમાં ક્રેશ થયું છે. આ રહેણાંક વિસ્તાર છે. વિમાન તૂટી પડ્યા બાદ ઘણા મકાનોમાં આગ લાગવાના અને ઘરોને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા. આ અકસ્માતને લગતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ ઘટના કેટલી ભયંકર હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.