એકથી એક નમૂના ભરાયેલા છે, જુઓ મંત્રીએ કાતરની જગ્યાએ દાંતથી જ કાપી નાખી રીબીન, વીડિયો જોઈને હસવા લાગશો

સોશિયલ મીડિયામાં આમ તો રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા  હોય છે, જેમાં ઘણા પેટ પકડીને હસાવે તેવા પણ હોય છે. એમાં પણ પાકિસ્તાની નમૂનાઓના વીડિયો જોઈને તો લોકો પોતાનું હસવું નથી રોકી શકતા. હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તે પાકિસ્તાનના કોઈ સામાન્ય માણસનો નહિ પરંતુ ઇમરાન ખાનના એક મંત્રીનો છે.

પાકિસ્તાની મંત્રીઓ અવાર નવાર આખી દુનિયાની અંદર હાસ્યસ્પદ બનતા હોય છે, ઘણીવાર તે તેમના અંગ્રેજીનાં કારણે હાસ્યસ્પદ બને છે તો ઘણીવાર તેમની કોઈ કરતૂતના કારણે, હાલ પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. જેમાં ઇમરાન ખાનનો એક મંત્રી દુકાનનું ઓપનિંગ કરતા જ હાસ્યાસ્પદ બની ગયો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર ઇમરાન સરકારનો મંત્રી ફયાજ અલ હસન એક દુકાનના ઉદ્દઘાટન દરમિયાન લાલ રીબીન કાપવા માટે જાય છે, પરંતુ કાતરથી આ રીબીન તે કાપી નથી શકતા. જેના બાદ તે રીબીનને હાથમાં પકડે છે અને તેના દાંતથી જ તે કાપવા લાગે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


21 સેકેંડના આ વીડિયોને મંત્રીએ જાતે જ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને હાસ્યાસ્પદ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel